તું તને ખુદને – જાતુષ જોશી

તું તને ખુદને અહીં થોડો ચકાસી જો;

તું જ તારી જાળમાંથી આજ નાસી જો

.

આ બધાયે લોક દોડે પાર જાવા પણ;

ક્યાં હલેસાં ? નાવ ક્યાં છે ? ને ખલાસી જો.

.

હું હવે ક્યાં એકલો ક્યારેય હોઉં છું ?

એક એકલતા મળી ગઈ બારમાસી જો.

.

અન્ય પર શંકા જ કરવી હોય તો કરજે;

સૌ પ્રથમ તારો ઈરાદો ચકાસી જો.

.

રોજ એને મગફળી માની હવે ખાઉં;

રોજ ગજવામાં ભરું મારી ઉદાસી જો.

.

( જાતુષ જોશી )

Share this

5 replies on “તું તને ખુદને – જાતુષ જોશી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.