Skip links

NOTHINGNESS – ગુણવંત શાહ

મેં તારી રાહ જોઈ –

છેલ્લું કિરણ

અંધારાને શરણે ગયું ત્યાં સુધી.

પછી

નિ:શ્વાસને સોણલાં ફૂટ્યા;

ને

ભીનીભીની વીજળી ય ચમકી

પણ

મેઘલી રાતે મને સંભળાતા પગરવમાં

તારા ઝાંઝરે સાદ ન પુરાવ્યો.

ગઈ રાતે તો

હતું જ કે તું આવશે

પણ … … …

હવે તું આવે ત્યારે

કદાચ હું નહિ હોઉં.

અને છતાં ય

મારું ન-હોવું પણ

ભર્યું ભર્યું બની રહેશે;

તું

આવે

તો !

 .

( ગુણવંત શાહ )

Leave a comment

  1. ગુણવંત શાહનો તો એક એક શબ્દ ખુદ એક ગદ્ય -એક એક પદ્ય છે.

  2. ગુણવંત શાહનો તો એક એક શબ્દ ખુદ એક ગદ્ય -એક એક પદ્ય છે.

  3. gunvant shah sahebne mara pranam chhe.jemna lkhan no ak ak sabd mne sparshi jay chhe.

  4. gunvant shah sahebne mara pranam chhe.jemna lkhan no ak ak sabd mne sparshi jay chhe.

  5. gunavant shahni kavitana ek ek sabd dil nesparshi jayse

  6. gunavant shahni kavitana ek ek sabd dil nesparshi jayse

  7. gunvant shah ni kavitao ane navalkathao ghana samajva jeva se

  8. gunvant shah ni kavitao ane navalkathao ghana samajva jeva se