એ જ વેળા – કરસનદાસ લુહાર

શુષ્કતાની એ વિલક્ષણતા જ અલગારી હતી;

રણ વચોવચ છમ્મલીલી એક જે ક્યારી હતી.

 .

ભરબપોરે ધૂળની પીડાને તેં ઠારી હતી;

પાડીને કુમકુમ પગલીઓ કેડી શણગારી હતી.

 .

હું વિજય પામું હતો એવો જ આશય એટલે

તેં જ જાણી જોઈને આખી રમત હારી હતી !

 .

સ્વપ્ન તારાં આવતાં’તાં મારી આંખોમાં સતત,

સાવ ટૂંકી રાતને મેં ખૂબ વિસ્તારી હતી.

 .

વિશ્વ આખુંયે જઈ સામે પડી ઊભું હતું,

એ જ વેળા તેં કરી મારી તરફદારી હતી.

 .

આપણે ખુશીઓ ભલે રાખી અલગ; પણ છેવટે

વેદના જે કંઈ હતી બેઉની સહિયારી હતી.

 .

( કરસનદાસ લુહાર)

Share this

4 replies on “એ જ વેળા – કરસનદાસ લુહાર”

  1. ગઇકાલે મેં આ બાબતે લખેલ મારા વિચારો અહિં ફરીથી રજૂ કરીને આ પ્રકારનું કાર્ય થતું જોઇને ખુશીની લાગણી તો વ્યક્ત કરૂં જ છું, સાથે સાથે આ પ્રકારનું કાર્ય કરી રહેલ આ બ્લૉગના લેખક,હીના પારેખ, અને તેમના જેવા કેટલાય વીરલાઓના પ્રયાસ અને અભિગમને બિરદાવવાની તક પણ ઝડપી લઉં છું.

    “આજે ઑગસ્ટ’૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
    તે અમારી યુવાનીના – ‘૬૦ થી ‘૮૦ – ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
    તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો – શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો – ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
    તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
    ૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી access કરવું સરળ બન્યું છે.
    પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.”

    આ પ્રકારનું કાર્ય થઇ રહ્યું હોય તેને આપણે પ્રસિધ્ધિ આપીએ અને તેમને આવું સાહિત્ય શોધી આપીને તેમ જ digitizationની પ્રક્રિયામાં મદદરૂપ થઇએ.
    આવો સૌ ગુજરાતી netizens, આપણે દરેક આ યજ્ઞમાં આપણું યથાકિંચિત યોગદાન આપીએ.

  2. ગઇકાલે મેં આ બાબતે લખેલ મારા વિચારો અહિં ફરીથી રજૂ કરીને આ પ્રકારનું કાર્ય થતું જોઇને ખુશીની લાગણી તો વ્યક્ત કરૂં જ છું, સાથે સાથે આ પ્રકારનું કાર્ય કરી રહેલ આ બ્લૉગના લેખક,હીના પારેખ, અને તેમના જેવા કેટલાય વીરલાઓના પ્રયાસ અને અભિગમને બિરદાવવાની તક પણ ઝડપી લઉં છું.

    “આજે ઑગસ્ટ’૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
    તે અમારી યુવાનીના – ‘૬૦ થી ‘૮૦ – ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
    તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો – શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો – ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
    તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
    ૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી access કરવું સરળ બન્યું છે.
    પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.”

    આ પ્રકારનું કાર્ય થઇ રહ્યું હોય તેને આપણે પ્રસિધ્ધિ આપીએ અને તેમને આવું સાહિત્ય શોધી આપીને તેમ જ digitizationની પ્રક્રિયામાં મદદરૂપ થઇએ.
    આવો સૌ ગુજરાતી netizens, આપણે દરેક આ યજ્ઞમાં આપણું યથાકિંચિત યોગદાન આપીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.