.
શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા-૨૦૧૧માં મારા બ્લોગને પણ શ્રેષ્ઠ ૧૦ બ્લોગમાં સ્થાન મળ્યું તે જાણીને આનંદની લાગણી અનુભવું છું.
.
સૌ પ્રથમ તો આવી સ્પર્ધા યોજવા બદલ હું ગુજરાતી નેટ જગતના સંચાલકો વિજયભાઈ શાહ, કાંતિભાઈ કરશાળા, જિજ્ઞેશભાઈ અધ્યારુ અને ટીમને ધન્યવાદ આપું છું. તથા અન્ય વિજેતાઓને અભિનંદન આપું છું.
.
હું આભાર માનું છું…
- નિર્ણાયકોનો, જેમણે પોતાનો કિંમતી સમય ફાળવીને યોગ્ય મૂલ્યાંકન કર્યું
- એ સર્જકોનો, જેમની રચના હું મારી સાઈટ પર મૂકું છું.
- વાચકોનો..જેમણે સમય કાઢીને મારી સાઈટને માણી અને પ્રતિભાવ આપ્યા.
- મારી સાઈટને વોટ આપનાર મિત્રોનો.
- વિનયભાઈ ખત્રીનો જેમણે મને સાઈટ બનાવી આપી અને સતત બ્લોગ કે સાઈટ વિશે માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે.
- જિજ્ઞેશભાઈ અધ્યારુનો..જેમણે “અક્ષરનાદ”ને મારી સમક્ષ એક આદર્શરૂપ મૂકીને પ્રેરણા આપી છે.
- મારા પરિવારજનોનો…જેમણે મને મારી આ ગમતી પ્રવૃત્તિ કરવા સ્વતંત્રતા આપી.
- કાજલ શાહનો..
- અન્ય તમામ નેટજગતના મિત્રોનો, મારા અંગત મિત્રોનો
.
બ્લોગની શરૂઆત કરી ત્યારથી એ નક્કી રાખ્યું છે કે બ્લોગ પર એવી રચના મૂકવી જે આ અગાઉ નેટ પર ક્યાંય ન મૂકાઈ હોય. અને જાતે વાંચીને, જાતે શોધીને જ મૂકવી. કોપી-પેસ્ટ ક્યારેય ના કરવું. શક્ય હોય ત્યાં સુધી જોડણી ભૂલ ન કરવી. આ જ નિયમોને અત્યાર સુધી જાળવી રાખવાની કોશિશ કરી છે. આવનારા વર્ષોમાં પણ આજ રીતે ઉત્તમ રચનાઓ વાચકો સમક્ષ મૂકવાની ઈચ્છા ધરાવું છું. શ્રી હરિ સમક્ષ પ્રાથના કરું છું કે આ માટે મને શક્તિ અને સમય પ્રાપ્ત થાય.
.
હિના પારેખ “મનમૌજી”
.
અભિનંદન અને આભાર.
Congratulations for becoming one of the Best Gujarati Blog competition 2011
હિનાબેન અભિનંદન! અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
Heartly Congretulations.
please visit
http://www.pravinash.wordpress.com
ખૂબ ખૂબ અભિનંદન.
ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા.
અભિનંદન અને શુભેચ્છાઓ…!
ખૂબ ખૂબ અભિનંદન, વધુ ને વધુ સુંદર રચનાઓ સાથે આપની વેબસાઈટ સમૃદ્ધ થતી રહે તેવી અનેક શુભેચ્છાઓ.
ભાઇ ભાઈ….શું વાત છે..કોન્ગ્રેચ્યુલેશન્સ…ચાલો..પાર્ટી આપો જલ્દી.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડીયર..
સપ્રેમ..સ્નેહા.
ખુબ ખુબ અભીનન્દન..
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
અને
હાર્દિક અભિનંદન…