આ પુસ્તક તમે જોયું? – ધ કાઈટ રનર

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી

 .

પુસ્તકોની દુકાનોથી હું મોટેભાગે દૂર રહું છું. અથવા તો વારંવાર જવાનું ટાળું છું. કારણે કે જો પહોંચી ગઈ તો મને કોઈ પુસ્તકો ખરીદતા રોકી શકતું નથી. હમણાં પણ ઘણાં સમયથી મુલાકાત ન્હોતી લીધી. પણ એક સગાને લગ્નપ્રસંગે પુસ્તિકાઓ વહેંચવા માટે જોઈતી હતી તો રવિવારે એ માટે ખાસ દુકાન ઉઘડાવી અને સાથે મારે પણ જવું પડ્યુંતો સ્વાભાવિક રીતે મેં પણ મોટી ખરીદી કરી.

એક પુસ્તક હાથમાં આવ્યું તેના પર લખ્યું હતું “૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.” તો લાગ્યું કે નવલકથામાં ચોક્કસ કંઈ દમ હશે. અને લઈ લીધું. મકરસંક્રાંતિના દિવસે બહારગામ જવાનું થયું અને મેં સફર દરમ્યાન વાંચવાનું શરૂ કર્યું ”ધ કાઈટ રનર”. નવલકથા વિશે સવિસ્તર કહેવાથી વાચકોનો રસભંગ થવાની શક્યતા છે. માટે એ વિશે વિશેષ કંઈ લખતી નથી. પણ પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે તેવી કથા છે. રીતેશ ક્રિસ્ટીએ અનુવાદ ખૂબ જ સરસ કર્યો છે. ક્યાંય પણ એવું લાગતું નથી કે મૂળ નવલકથા કોઈ બીજી ભાષામાં લખાઈ છે. આ પુસ્તક વિશેના ઘણાં અભિપ્રાયોનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે તે જોઈએ.

  .      

૧૯૭૦ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમિર સ્થાનિક પતંગસ્પર્ધામાં જીતવા મરણિયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમનાં જીવનોને છિન્નભિન્ન કરી નાખે છે. રશિયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલિબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી : મુક્તિ.

.

“હચમચાવી દે તેવી હૃદયદ્રાવક અને નિખાલસ કથા” – ડેઈલી ટેલિગ્રાફ.

 .

“અસામાન્ય ઉદારતા, પ્રમાણીકતા અને અનુકંપાની કથા” – ઈન્ડિપેન્ડન્ટ.

 .

“હુસેની ખરેખર પ્રતિભાસંપન્ન વાર્તાકાર છે…તે તમારા હૃદયના પ્રત્યેક તારને ઝંકૃત કરે છે” – ધ ટાઈમ્સ.

 .

“ઉલ્લેખનીય કથા. અફઘાનિસ્તાનના સંક્ષિપ્ત ઈતિહાસ સાથે મિત્રતા અને સ્નેહને શેક્સપિયરીઅન કથાનું અદ્દભુત સંયોજન… ઉત્કૃષ્ટ’ – ડેઈલી એક્સપ્રેસ.

 .

“આમિર હસન સાથેના સંબંધનું ભાવવાહી નિરૂપણ. આમિરે હસનને કરેલો અંતિમ છેહ આઘાતજનક લાગે છે. હૃદયસ્પર્શીકથા’ – લિટરરી રિવ્યૂ.

 .

“મારી પ્રિય કથા… અદ્દ્ભુત” – જોઆન્ના ટ્રોલોપ, બુક્સ ઓફ ધ યર, ઓબ્ઝર્વર.

 .

“ધ કાઈટ રનર એ સ્વસ્થતા અને ગંભીરતાપૂર્વક કહેવાયેલી કથા છે. પૌર્વાત્ય ચિરકાલિન ગાથાની જેમ જ તે ગર્ભિતજટિલતા અને ડહાપણની કથા છે. તે વ્યક્તિગત અને રાજકીય દુષ્ટતા વર્ણવતા સત્યની હૃદયદ્રાવક રજુઆત કરે છે અને આશાની તાકત સાથે ઊંચે ઊડતા પતંગની જેમ અભિભૂત કરે છે.” – ડેઈલી ટેલિગ્રાફ.

 .

“ઉત્કૃષ્ટ કહી શકાય તેવી લેખકની પહેલી નવલકથા… તે જૂની ઢબની કથા છે જેના પ્રવાહમાં તમે વહી જાવ છો.” – સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ

 .

“હચમચાવીદે તેવી… યોગ્ય સમયે કહેવયેલી અને ઉચ્ચ સાહિત્યિક ગુણવતા ધરાવતી દુર્લભ કથા.” –  પબ્લેશર્સ વીકલી

 .

“આ રહી વાસ્તવિક શોધ : ધમાકેદાર પ્રવેશ… છળકપટ અને પશ્ચાતાપ… મહામુસીબતે મેળવેલી મુક્તિની દઝાડી દે તેવી હૃદયસ્પર્શી કથા. સાથે સાથે અફઘાન સંસ્કૃતિનું સુંદર વર્ણન : અત્યંત મોહક.” – કિકર્સ રિર્વ્યૂઝ.

 .

“લેખકના આ સર્વપ્રથમ સર્જનમાં દરેક પાના પર ધ્યાનાકર્ષક કહી શકાય એ બાબત માત્ર તેની ભાષા જ નહીં પણ જીવનનો ઝગમગાટ છે. હુસેનીના લેખનમાં આડંબર નહીં પણ જીવનનો નિચોડ છે – પાંગરી રહેલા નવલકથાકારો માટે એક પાઠ છે..હુસેની એકસરખી કુશળતાથી સંવેદના અને ભય સર્જે છે, કેલિફોર્નિયાનું ગુલાબી સ્વપ્ન અને કાબૂલનું દુ:સ્વપ્ન આલેખે છે. સુંદર રીતે ગૂંથાયેલી બોધકથા.” – ગ્લોબ એન્ડ મેઈલ કેનેડા.

 .

“સામાજિક-રાજકીય વિવરણ અને શક્તિશાળી લાગણીશીલ કથાનું અદ્દભુત સંયોજન” – ઈન્ક.

 .

“રાજકીય ઊથલપાથલો વચ્ચે બે ખંડો સુધી વિસ્તરતી શેક્સપિયરીન આરંભથી વિસ્તરતી કથા, જ્યાં સપનાઓ પાંગર્યાં પહેલા જ કરમાઈ જાય છે અને એક બાળકનું રૂપાંતર એક કાયર આદમીમાં થાય છે…સમૃદ્ધ અને આત્મખોજ કરતી કથા… લેખકનું વિશ્વ સુંદર અને ભયંકરનું અદ્દભુતનું ગૂંથણકામ છે…પુસ્તક રગદોળાઈ રહેલા અફગાનિસ્તાનના વતનીઓના આઘાત અને મનોવ્યથાનું અવિસ્મરણિય વર્ણન છે.” – ઓબ્ઝર્વર.

.

“સુંદર નવલકથા… વર્ષની સૌથે સારી લખાયેલી અને વિચારતા કરી મૂકે તેવી કથા… ધ કાઈટ રનર એ નવા છંદમાં ગવાયેલું ગીત છે. હુસેની એક જીવંત અને મૌલિક સર્જક છે. તેમને કટાક્ષ અને સૌમ્ય અને સંવેદનશીલ હૃદયની કુદરતી બક્ષિસ મળી છે. તેમની કથા કદાચ એવા સમયે હોઈ શકે કે જ્યારે અમેરિકનો એ વિશે સમજવાની શરૂઆતકરી રહ્યા હશે પણ તે તેમની કલાનું કાગળના પાના પર અદ્દભુત ચિત્રણ કરે છે જે આત્મીય અને મર્મભેદી લાગે છે.” – ડેન્વર પોસ્ટ

 .

“ જો તમને ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ ગમી હશે તો તમને ધ કાઈટ રનર પણ અવશ્ય ગમશે… અમર્યાદ દુ:સાહસોનું વર્ણન… ચિત્તાકર્ષક.” – ઈમેજ.

 .

“સ્મૃતિ અને ભૂતકાળની સુંદર યાદગીરીઓને ખોવાઈ ગયેલી દુનિયા પાછા મેળવવાની ઝંખનાનું સુંદર સંયોજન… ધ કાઈટ રનર ઉત્તમ કોટિની યુરોપી કથાઓની ઝાંખી કરાવે છે.” – ઈન્ડિપેન્ડન્ટ.

 .

“સ્વસ્થ અને વિરક્ત ભાવે કહેવાયેલી કથા. જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ ઉદ્વેગની લાગણી વધતી રહે છે અને અંતે એનું શમન થાય છે.” – ટાઈમ્સ લિટરરી સ્પ્લિમેન્ટ.

 .

ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી

 .

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

 .

પૃષ્ઠ : ૩૭૮

 .

કિંમત : ૨૫૦

 .

ધ કાઈટ રનર ફિલ્મની સાઈટ : http://www.kiterunnermovie.com/

Share this

8 replies on “આ પુસ્તક તમે જોયું? – ધ કાઈટ રનર”

  1. ગુડ. ‘કાઈટ રનર’માટે જલ્દી દોડવું માનોને કે ઊડવું પડશે.
    અને વાંચીને થેન્ક્સ પણ કહેવું પડશે એવું રીવ્યુ પરથી પ્રતિત થાય છે.
    અને અત્યારે પણ આવું પુસ્તક સૂચવવા બદલ આભાર.

  2. ગુડ. ‘કાઈટ રનર’માટે જલ્દી દોડવું માનોને કે ઊડવું પડશે.
    અને વાંચીને થેન્ક્સ પણ કહેવું પડશે એવું રીવ્યુ પરથી પ્રતિત થાય છે.
    અને અત્યારે પણ આવું પુસ્તક સૂચવવા બદલ આભાર.

  3. ગુડ. ‘કાઈટ રનર’માટે જલ્દી દોડવું માનોને કે ઊડવું પડશે.
    અને વાંચીને થેન્ક્સ પણ કહેવું પડશે એવું રીવ્યુ પરથી પ્રતિત થાય છે.
    અને અત્યારે પણ આવું પુસ્તક સૂચવવા બદલ આભાર.

  4. ધ કાઈટ રનર ની પ્રાસ્તાવીક્તા સાથે હુશેની ની કલમની જે રજૂઆત કરી છે તે જાણી એટલું તો જરૂર થયું કે જરૂર એક વખત તો આ માટે કોશિશ કરવી જ પડશે,ખબર નથી કે અમારે ત્યાં લંડન મા આ બુક કેટલી સરળતાથી મેળવી શકાશે ?

  5. ધ કાઈટ રનર ની પ્રાસ્તાવીક્તા સાથે હુશેની ની કલમની જે રજૂઆત કરી છે તે જાણી એટલું તો જરૂર થયું કે જરૂર એક વખત તો આ માટે કોશિશ કરવી જ પડશે,ખબર નથી કે અમારે ત્યાં લંડન મા આ બુક કેટલી સરળતાથી મેળવી શકાશે ?

  6. ધ કાઈટ રનર ની પ્રાસ્તાવીક્તા સાથે હુશેની ની કલમની જે રજૂઆત કરી છે તે જાણી એટલું તો જરૂર થયું કે જરૂર એક વખત તો આ માટે કોશિશ કરવી જ પડશે,ખબર નથી કે અમારે ત્યાં લંડન મા આ બુક કેટલી સરળતાથી મેળવી શકાશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.