આ ધરાને – સુરેન્દ્ર કડિયા

.

આ ધરાને આભ સાથે જોડવી પડશે, ભગત

કોઈ કૂંપળની સમાધિ તોડવી પડશે, ભગત

 .

એક પરપોટો ઘણો મગરૂર એની જાત પર

એક-બે તોપો અણી પર ફોડવી પડશે, ભગત

 .

હામાં હા શું કામ ? હૈયે હોય એવું હોઠે હો

લત હવે ગાંજા-ચલમની છોડવી પડશે, ભગત

 .

કોઈ ત્યાં કંકુ ચડાવીને પ્રતીક્ષા-રત રહે

ખેર, ખાંભી પણ સમયની ખોડવી પડશે, ભગત

 .

પોર પોરો ખાઈ લીધો ને ભલે અટકી ગયા

ઓણ કાં તો એ મજલ પણ દોડવી પડશે, ભગત

.

( સુરેન્દ્ર કડિયા )

Share this

6 replies on “આ ધરાને – સુરેન્દ્ર કડિયા”

Leave a Reply to અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.