.
જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી !
.
ચુમું મારા ભાયગને કે ચુમું હરિને, સૈ
ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,
.
કેમ કરી ઓળંગું, પરબત શી અવઢવની ઘડી !
.
ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી
હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી !
.
મુંને આબંવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…..
.
( રમેશ પારેખ )
હિનાબેન,
રમેશ પારેખ ની ખૂબજ સુંદર ભાવ ભરેલી રચના શેર કરવા બદલ ધન્યવાદ !
હિનાબેન,
રમેશ પારેખ ની ખૂબજ સુંદર ભાવ ભરેલી રચના શેર કરવા બદલ ધન્યવાદ !
હિનાબેન,
રમેશ પારેખ ની ખૂબજ સુંદર ભાવ ભરેલી રચના શેર કરવા બદલ ધન્યવાદ !