એણે કશુંક તેજભર્યું – ભગવતીકુમાર શર્મા

.

એણે કશુંક તેજભર્યું પી લીધું હશે,

અથવા ગુલાબી મુખડાને ચૂમી લીધું હશે.

 .

તારા નગરમાં તારી ગલી ને ગલીમાં ઘર,

સરનામું તારું મહેકને પૂછી લીધું હશે.

 .

નહિતર ન હોય આટલી આંખો ઉદાસ ઉદાસ,

આકાશે તારા શહેર પર વરસી લીધું હશે.

 .

સહસા ગગનમાં મેઘધનુ આથમી ગયું;

દોરી ઉપરથી વસ્ત્ર તેં ખેંચી લીધું હશે !

 .

હેલી પછી ઉઘાડ છવાયો છે તેજમય;

એણેય આંસુ આંખથી લૂછી લીધું હશે.

 .

છાતીમાં ગોપવી લીધો કાગળ હર્યોભર્યો

રોકીને શ્વાસ નામ તેં વાંચી લીધું હશે.

 .

છે ભેદ આટલો જ નયનરમ્ય ભાતનો;

ચંદરવા જેમ આયખું સીવી લીધું હશે.

.

( ભગવતીકુમાર શર્મા )

Share this

2 replies on “એણે કશુંક તેજભર્યું – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.