આંખોમાં દરિયો – દુર્ગેશ ઉપાધ્યાય

.

મેં એક દરિયાને

આંખોમાં સમાવી લીધો છે એટલે,

સતત રોમાંચ અનુભવે છે મારી આંખો;

પણ એમાં દરિયો છે કે તું,

એ હું નક્કી નથી કરી શકતો.

એ દરિયાના ફેનિલ-ફેનિલ મોજાં

મને સ્પર્શે છે, અને-

મારા રોમેરોમ ફૂટી નીકળે છે એ દરિયો.

એ સતત ઘૂઘવે છે મારી ભીતર,

પણ બહાર છવાયેલું રહે છે મૌન…!

હવે આ દરિયો લઈને આવું છું તારી પાસે,

અને એને ઢોળી દઈશ તારી ઉપર,

પછી, પછી તુંયે થઈ જઈશ દરિયામય;

અને હું ફરી એકવાર ખાલીખમ્મ…

અને ત્યારે,

મારી ભીતર હશે દરિયાનું મૌન;

અને તારામાં હશે એનો ઘૂઘવાટ….

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )

Share this

4 replies on “આંખોમાં દરિયો – દુર્ગેશ ઉપાધ્યાય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.