જોગણ બની બની જાવું રે… – પંખીબાઈ

.

ગુરુ ગોવિંદ ગુણ ગાવું રે,

મારે જોગણ બની બની જાવું રે

મારે સામે કિનારે જાવું, મારે જોગણ બની બની જાવું રે.

…મારે

 .

નાભિ-કમળથી ચક્કર જાવું બ્રહ્મમેં ધૂન મચાવું;

બંકનાળ ત્રવેણી તરી જાવું, સુક્ષમણામાં સેજ બિછાવું

…મારે

 .

સૂન શિખરમેં સુરતા સાધુ, અલખ પુરુષ જગાવું;

ઓહંગ સોહંમ શ્વાસા ત્યાગી શૂન્યમાં તે સમાવું.

…મારે

 .

અલોપ રૂપથી રૂપ ન્યારું, રૂપમેં જ્યોત જગાવું;

જ્યોતિ પ્રકાશે હીરા વીણી, જુગ જુગ અમર થાવું.

…મારે

 .

આકાર નિરાકારી વાસા ત્યાગી, અનામી બની જાવું;

ભાવદાસ દાસી સતી પંખી ગાવે, અલોપ પુરુષમાં જાવું

…મારે

 .

( પંખીબાઈ )

Share this

4 replies on “જોગણ બની બની જાવું રે… – પંખીબાઈ”

Leave a Reply to ક્રિષ્ના Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.