.
એમણે પૂછ્યું : ‘થયો શું લાભ મુજ સહવાસથી ?’
મેં કહ્યું : ‘જાણી શકો પ્રસરેલી આ સુવાસથી.’
.
‘રાહ જોશો ક્યાં લગી’ જ્યાં એમણે પૂછ્યું મને
‘જ્યાં લગી ધબકાર ચાલે’ હું વદ્યો વિશ્વાસથી.
.
એ કહે : સંબંધ છે આ આપણો કેવો ? કહે’
‘આના જેવો’ મેં કહ્યું લઈ ઓસબિંદુ ઘાસથી.
.
એ પૂછે છે : ‘અંત શું આનો હશે’ તો મેં કહ્યું:
‘આપણેશું જાણીએ ? જગ જાણશે ઈતિહાસથી.’
.
‘હું મળું ના તો કરું શું ?’ એમની ધમકી હતી
‘ખ્વાબને ટાળી શકો ના’ મેં કહ્યું હળવાશથી.
.
‘કંટકોથીછે સભર આ પંથ, પાછો વળ’ કહે,
મેં કહ્યું : ‘તો ફૂલડાં વેરીશ હું આકાશથી’.
.
‘દૂર ચાલી જઈશ’ નો ઉત્તર હતો મુજ એટલો;
‘હો ગમે ત્યાં તોય સૂંઘી લઈશ મારા શ્વાસથી.’
.
એ કહે : ‘આ ચાંદ સુણે છે, જરા શરમાવ રે’
મેં કહ્યું : એ રાહ ચીંધે છે સ્વયં અજવાસથી’.
.
ભોંય ખોતરતાં કહ્યું કે : ‘શું ચહે છે તું અરે ?’
મેં કહ્યું : ‘તું જે ચહે છે શ્વાસથી-ઉચ્છવાસથી’.
.
( ગણપત પટેલ ‘સૌમ્ય’ )
મારી પાસે આજની રચનાની અને ફોટોના વખાણ કે અનુભૂતિને વ્યક્ત કરવા માટે કોઈ જ શબ્દો નથી…અવર્ણનીય સંવેદનાઓ સ્ફૂરી રહી છે હૃદયના ઊંડાણમાંથી…I Love You.

હિનાબેન,
આજની ગઝલના દરેક શેરમાં હૃદયના ભાવ અને વિશ્વાસનો રણકાર સમાયેલો છે…
ખૂબજ સુંદર !
હિનાબેન,
આજની ગઝલના દરેક શેરમાં હૃદયના ભાવ અને વિશ્વાસનો રણકાર સમાયેલો છે…
ખૂબજ સુંદર !