ઝીલી લે – દિનેશ ડોંગરે “નાદાન”

.

આગિયાની જાત છું અંધાર ઝીલી લે,

જિંદગી પડકાર છે પડકાર ઝીલી લે.

 .

તું અડગ યોદ્ધા સમો આ યુદ્ધભૂમિમાં,

શસ્ત્ર હાથોમાં ઉઠાવી વાર ઝીલી લે.

 .

પોતપોતાના ગજાની વાત છે સઘળી,

છે કૃપાઓ એની અનરાધાર ઝીલી લે.

 .

બાગમાં હરએકને ફૂલો નથી મળતાં,

ભાગ્યમાં જો ખાર છે તો ખાર ઝીલી લે.

 .

આયખાનો એ પછી ઉદ્ધાર છે “નાદાન”,

ભીતરેથી આવતો અણસાર ઝીલી લે.

 .

( દિનેશ ડોંગરે “નાદાન” )

Share this

2 replies on “ઝીલી લે – દિનેશ ડોંગરે “નાદાન””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.