કિનારા જોઈએ – આહમદ મકરાણી

.

હાથ, હૈયું ને હલેસાં જોઈએ;

સાવ પાસે ના કિનારા જોઈએ.

 .

ઈશને પણ એકલું ગમતું નથી,

મિત્રના કાયમ જમેલા જોઈએ.

.

કૈં નહીં તો એટલું તો કર, ખુદા,

ચોતરફ ચહેરા હસેલા જોઈએ.

 .

એકલું આ ભીંતને ગમતું નથી,

ભીંત પર ફોટા મઢેલા જોઈએ.

 .

મુશ્કિલો જો આવશે, સત્કારશું;

દેહમન કાયમ કસેલાં જોઈએ.

 .

કોણ, ક્યારે થૈ અતિથિ આવશે ?

બારણાં હરદમ ખૂલેલાં જોઈએ.

.

( આહમદ મકરાણી )

Share this

6 replies on “કિનારા જોઈએ – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.