તું – રાજેન્દ્ર પટેલ Sep7 . દર્પણ તો લટકે છે વરસોનાં વરસથી પણ ઝાંખુ થતું નથી તારી યાદની જેમ. . એક વાર જોયું તારા દર્પણમાં ત્યારથી મારા પ્રતિબિમ્બમાં ખોળું છું તારો ચહેરો. . તું આવીશ ત્યારે ગમે તેટલો ઝાંખો હોઈશ ઝગમગી ઊઠીશ તારી આંખોની જેમ. . . પવન તો આવે ને જાય પણ તું ન આવે ત્યાં સુધી હું ક્યાંથી જીવીશ ? . તું આવશે જ એની ખાતરી છે એટલે પવનને ગણાકરતો નથી. અને એટલે શ્વસું છું શ્વસ્યા વગર. . પવન વગરનો પવન આવે એની રાહમાં પાળિયાની જેમ ઊભો છું . તું આવે પવનની પાંખો થઈને એ ખ્યાલથી જ મેં પાંખો ફફડાવવા માંડી છે. . ( રાજેન્દ્ર પટેલ )
પ્રેમ અને પ્રેમી દર્શાવતુ પ્રતીબિમ્બ તમારા દર્પણ મા ઝ્ળહ્ળતુ જોયુ.અને ખીલી ઉઠ્યુ મનડુ મારુ. કૌશિક ભણશાળી Reply
સુંદર રચના !
પ્રેમ અને પ્રેમી દર્શાવતુ પ્રતીબિમ્બ તમારા દર્પણ મા ઝ્ળહ્ળતુ જોયુ.અને ખીલી ઉઠ્યુ મનડુ મારુ.
કૌશિક ભણશાળી
good one
સરસ