પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૪)-નાકથી – આહમદ મકરાણી

.

વાતને સૂંઘ્યા કરે છે નાકથી;

ફૂલને મૂક્યા કરે છે નાકથી.

 .

લો, પણછ પણ કામ ના આવે અહીં;

તીર પણ છૂટ્યા કરે છે નાકથી.

 .

શબ્દ જ્યાં ઊણા પડે છે સામટા;

મ્હેફિલો ઊઠ્યા કરે છે નાકથી.

 .

એક અફવા શહેરમાં ફરતી હતી;

આભ પણ ઝૂક્યા કરે છે નાકથી.

 .

કે શપથ અકબંધ કોના હોય છે;

એ બધા તૂટ્યા કરે છે નાકથી.

 .

( આહમદ મકરાણી )

Share this

2 replies on “પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૪)-નાકથી – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.