હરિ કરે સો હોય – સુરેશ દલાલ

હરિ કરે સો હોય

એ જ આપે છે દોરો

ને એ જ આપે છે સોય

હરિ કરે સો હોય.

 .

એની ઈચ્છા વિના

હલે નહીં ઝાડ ઉપરનું પાંદ,

એની એક અણસારે ફરતા

આભે સૂરજ-ચાંદ;

એ જ આપે છે સ્મિત

ને એ જ આંસુને લ્હોય,

હરિ કરે સો હોય.

 .

આંખ અને વળી દ્રષ્ટિ આપે,

દ્રષ્ટિ હોય તો સૃષ્ટિ;

પાંચ ભલે આંગળીઓ,

પણ એ વાળી આપે મુષ્ટિ

હરિ આપણું આભ

ને હરિ આપણી ભોંય

હરિ કરે સો હોય.

 .

( સુરેશ દલાલ )

Share this

3 replies on “હરિ કરે સો હોય – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.