ધ્યાન એક તારું ધર્યું છે – લલિત ત્રિવેદી

Meditation

મૌનના તળિયે રહીને ધ્યાન એક તારું ધર્યું છે

કોરા આભલીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

મેં ક્યાં મંદિરીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

મેં તો સગપણીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

હું ઋષિઓ શબ્દ…હું લેખિની દાદાગણપતિની

તોય કાગળીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

ત્યારે ઘરમાં ઝીણા ઝીણા મોરલા ગાતાં મળ્યાં છે

ઠેઠ ડુંગરીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

ઝાંખું ઝાંખું અજવાળું…એથીય ઝાંખી ઝાંય હોજી

ઝાંખી દેહડીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

માવડી ! દેજે અવિચળ નીર એની આંખડીને

જેણે ઝળઝળીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

( લલિત ત્રિવેદી )

One thought on “ધ્યાન એક તારું ધર્યું છે – લલિત ત્રિવેદી

  1. કાવ્ય સાથેનું ચિત્ર ખુબ ગમ્યુ અને તેના આધારે અહીં આવી ચડ્યો. (કોપીરાઈટ હતું, કોપી ન થઈ શકી, પણ મને મૂળ ચિત્રની સાઈટ મળી – http://casnocha.com/2012/08/reflections-and-impressions-from-a-10-day-meditation-course.html/meditation-6 અને એક નવી ઓળખાણ થઈ તમારા નિમિતે – આભાર)
    સાહિત્યનો જીવ નથી પણ કાવ્યો વાંચવા ગમે છે. આવતો રહીશ. એક નવી ઓળખાણ કરાવવા બદલ ફરી આભાર.

Leave a Reply to જગદીશ જોષી Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.