લઘુ કાવ્યો – કરસનદાસ લુહાર Aug11 (૧) ને પ્રસુતા વિશ્વ આખું થરથર્યું, હાથમાં પિસ્તોલ સાથે એક બાળક અવતર્યું ! . (૨) બરાબર તરતાં આવડે પછી જ માણસને ડૂબી મરવાના વિચારો આવે છે . (૩) મને અડધી રાત્રે તડકાની તરસ લાગે છે, અને બપોરે મારામાં અંધકારની ભૂખ જગે છે. શું કરું ? . (૪) ચાલી જતી અમાસની ઝળહળતી પીઠ હું જોતો રહ્યો ! . (૫) બૂચનાં ફૂલો મેં ઉઘડતાં જોયાં છે કોઈકની બંધ આંખોમાં ! . ( કરસનદાસ લુહાર )