ભીતરે ભીનાશ – ભગવાન થાવરાણી

ભીતરે ભીનાશ ને ભરચક ઉદાસી આપજે

હો દિવસ લથબથ પરંતુ સાંજ પ્યાસી આપજે.

 .

મોસમી હો મોગરો કે ગુલમ્હોર પર્યાપ્ત છે

અન્યને ફૂલો ભલે તું બારમાસી આપજે.

 .

મારી સંકુચિત દુનિયાથી યે આગળ છે કશુંક

વિશ્વ ભાળું એટલી ઊંચી અગાસી આપજે.

 .

કાં સફરમાં આપ કાયમ મૌનની મીરાત, કાં

શબ્દને સન્માને એવો સહપ્રવાસી આપજે.

 .

( ભગવાન થાવરાણી )

Share this

4 replies on “ભીતરે ભીનાશ – ભગવાન થાવરાણી”

  1. સુંદર ગઝલ..બીજો શે’ર વધુ ગમ્યો..

  2. સુંદર ગઝલ..બીજો શે’ર વધુ ગમ્યો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.