વ્યસ્ત છે – સુરેન્દ્ર કડિયા

કોઈ લોલમલોલ તંબૂ તાણવામાં વ્યસ્ત છે

કોઈ ફૂલોની હવેલી બાંધવામાં વ્યસ્ત છે

 .

તું ઝરૂખે સાંધ્ય-રંગો આંખમાં ભરતી રહી

ને જગતનું લોક સૂરજ ઠારવામાં વ્યસ્ત છે

 .

‘પ’ ઉપરથી પ્રેમનું ઝરણું ન સૂઝે કોઈને

કોઈ ‘પર્વત’, કોઈ ‘પગલું’ ધારવામાં વ્યસ્ત છે

 .

દોસ્ત ! તારી આપવીતીનો સમય વીતી ગયો

તાપણાની રાખ સૌ ઉરાડવામાં વ્યસ્ત છે

 .

કોણ મારી વ્યસ્તતાઓની ગણતરી દાખવે !

સૌ નરી નવરાશ કેવળ માણવામાં વ્યસ્ત છે

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

2 replies on “વ્યસ્ત છે – સુરેન્દ્ર કડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.