મા એટલે…(પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ)

(23/08/1938 - 25/12/2012)
(23/08/1938 – 25/12/2012)

.

 

મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે.

***

જેને પત્ર ન લખ્યો હોય છતાં એની આંખોમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

***

મા એટલે જગતજનની.

***

( હરીન્દ્ર દવે )

 .

‘માતા’ શબ્દ નથી પણ શબ્દતીર્થ છે.

 .

( ગુણવંત શાહ )

 .

પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,

માન્યું જેણે માટીને રતનજી,

ભૂખ્યા રહી જમાડ્યા અમને

જાગી ઊંઘાડ્યા એવા

કીધાં રે કાયાનાં જતનજી.

 .

( રામનારાયણ પાઠક )

.

માતા એ જ વિધાતા છે.

***

જે જતન કરે તે મા.

***

માતા એ શાશ્વતીનું બીજું નામ છે.

***

( સુરેશ દલાલ )

 .

માના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું ? તે મારી એટલી નિકટ છે એટલે તો એના વિશે કંઈ પણ બોલવું વિકટ છે અને મને એમાં અસંસ્કારિતા લાગે છે.

 .

( હેલન કેલર )

.

ઈશ્વરને પહેલી વાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે ખુદ ખુદાના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે અને તરત જ એણે માનું સર્જન કર્યું હશે. મા વિશે ઈશ્વરની કલ્પના આવી હશે. ચિક્કાર સમૃદ્ધ, હૃદયના ઊંડાણથી ભરી ભરી, અત્યંત દિવ્ય, આત્મશક્તિ અને સૌંદર્યથી સભર સભર.

 .

( હેન્રી બિયર )

 .

મા જેવો છાંયડો ક્યાંય હોય નહીં, માતા જેવી કોઈની ગતિ નહીં, માતા સમું બીજું કોઈ છત્ર નહીં અને મા જેવું પ્રિય કોઈ જ નહીં.

 .

( મહર્ષિ વેદ વ્યાસ )

Share this

4 replies on “મા એટલે…(પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ)”

  1. આપે દર મહીને સુંદર અંજલિ’ઓ આપી . . . . અને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું ( આ સઘળું ઘણું કઠીન રહ્યું હશે। . . . અને તે સમજવા જેટલો હું હજુ સમજુ નથી . )

    . . . . અમ સૌ વાચકો’ની હૃદયાંજલિ .

  2. આપે દર મહીને સુંદર અંજલિ’ઓ આપી . . . . અને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું ( આ સઘળું ઘણું કઠીન રહ્યું હશે। . . . અને તે સમજવા જેટલો હું હજુ સમજુ નથી . )

    . . . . અમ સૌ વાચકો’ની હૃદયાંજલિ .

  3. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

  4. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.