જબાન દીધી છે-લલિત ત્રિવેદી

કયા તે અમરતે અમને જબાન દીધી છે
કયા પિયાલે કલમને જબાન દીધી છે

શબ્દપરસ્ત ઈસમને જબાન દીધી છે
મેં એના રહમોકરમને જબાન દીધી છે

હે ગેબ! તારા અગમને જબાન દીધી છે
કીડીના નકશેકદમને જબાન દીધી છે

ખુદાની વાત કરું કે હું ખુદની વાત કરું
અગરપરસ્ત કલમને જબાન દીધી છે

ગઝલનુમા કરો છો તરજુમા ઈશારાના
કવિ! તમે તો મભમને જબાન દીધી છે

દીવામાં ઝળહળ્યાં પૂર્યા ઉજાસને બદલે
ગહન ને ગૂઢ જખમને જબાન દીધી છે

ગઝલ લખું છું પગથિયાં ચડું છું એમ હજી
મેં જાતરાના મરમને જબાન દીધી છે

હું ઝીણા ઓટલાની વાત પણ ગઝલમાં કહીશ
હે મીરાંબાઈ! મેં તમને જબાન દીધી છે

( લલિત ત્રિવેદી )

Share this

6 replies on “જબાન દીધી છે-લલિત ત્રિવેદી”

  1. અભિવ્યક્તિસભર સુંદર ગઝલ.અા ગઝલમાં ઘણું નવું નવું છે.

  2. અભિવ્યક્તિસભર સુંદર ગઝલ.અા ગઝલમાં ઘણું નવું નવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.