દર્પણ-પ્રીતમ લખલાણી Apr8 દર્પણ ૧. સોળ વર્ષની કન્યા નજરે ચઢતાંજ આળસ મરડીને ઊઠે દર્પણ ! ૨. રાજમાર્ગે ઊભેલ ગાંધીજીની પ્રતિમાને મેં પૂછ્યું : ‘સ્વતંત્ર ભારતમાં- તમારો સાચો વારસ કોણ ?’ બાપુની પ્રતિમાએ આંગળી ચીંધી પાનવાળાના ગલ્લે દેખાતા દર્પણ તરફ… ૩. અકસ્માતથી નંદવાઈ ગયેલા દર્પણના પ્રત્યેક ટુકડામાં મારો ચહેરો જોઈ હું ચીસ પાડી ઊઠું છું કે મારામાં આટલા બધા હું !!! ૪. જો દર્પણે ન બતાવ્યા હોત દશરથને શ્વેત વાળ તો રામને ગાદી સોંપવાનો વિચાર આવ્યો ન હોત ને તેમને ન જવું પડ્યું હોત વનમાં. ( પ્રીતમ લખલાણી )