કવિતાનું પોત-ડો. નેહલ વૈદ્ય Apr23 કવિતાનું પોત આમેય સાવ પાતળું ‘સરી જતી રમ્ય વિભાવરી’ જેવું કંઈ નહિ. વિચારોના તાંતણા તૂટે બટકે આમતેમ લટકે ઓળખની ગૂંથણીમાં ક્યાંક સાવ ખટકે. મનના ભાવો શબ્દોની લગોલગ આવીને અટકે. હૈયું, આંખ, હથેળી ભીંજવે એક ઝટકે. મન એકાંતને ખૂણે ઝીણું ઝીણું એકલું બળે કટકે કટકે. ( ડો. નેહલ વૈદ્ય )
Superb