તડકો, તમસ કે કંકુ, કાજળ શું જોઈએ છે ?
આ રેત, ફૂલ, વાદળ, મૃગજળ શું જોઈએ છે ?
ચોખા, કપૂર, સ્વસ્તિક, શ્રીફળ શું જોઈએ છે ?
લે છીંક, સ્મિત, ડૂમો, દંગજળ શું જોઈએ છે ?
અશ્વત્થ, આંબો, આવળ, બાવળ શું જોઈએ છે ?
સંભવ, અપેક્ષા, શુકન, અંજળ શું જોઈએ છે ?
પગરવ-પ્રતીક્ષા-અવઢવ-અટકળ શું જોઈએ છે ?
ચહેરો, છબિ, અરીસો, કાગળ શું જોઈએ છે ?
ઝંઝા, જુવાળ, જ્વાળા, ઝાકળ શું જોઈએ છે ?
અવસાદ, ગમ, ઉમળકો, છળ, બળ શું જોઈએ છે ?
( કરસનદાસ લુહાર )