અહીં ના તો શબરી, ન શ્રી રામ મળશે,
છતાં બોરના ભાવ બેફામ મળશે.
અહીં દુશ્મનીના બધા માર્ગ ભરચક,
અને પ્રેમના પંથ સૂમસામ મળશે.
અહીં તમને દેખાય એ તો અલગથી,
ન દેખાય એવાંય અહીં ડામ મળશે.
અહીં મોતનું સાચું કારણ જો પૂછો,
ફક્ત જિંદગીનું બધે નામ મળશે.
અહીં શ્વેત, લીલ્લો, પીળો, લાલ, ભગવો,
ધજામાં બધા રંગ બદનામ મળશે.
( ડો. મનોજ એચ. જોશી ‘મન’ )