પહેલા જેવો-હનીફ સાહિલ Jun12 પહેલા જેવો હવે લગાવ નથી પ્રેમમાં કેમ રખરખાવ નથી સૂની ગલીઓ છે ઝરૂખા સૂના આશિકોની ય આવજાવ નથી પ્રેમનો પૂર ઓસરી ચાલ્યો લાગણીનો હવે બહાવ નથી એક જેવા છે રાત ને દિવસ આ પ્રતોક્ષામાં ભેદભાવ નથી હું ય મહેફિલ સજાવી બેઠો છું કોઈનો ભાવ કે અભાવ નથી હું કોઈ અન્યનો થઈ જાઉં જાણી લે મારો એ સ્વભાવ નથી જિંદગીના પડાવ છે સાહિલ એષણાનો કોઈ પડાવ નથી ( હનીફ સાહિલ )