જોઉં છું-મનીષ પરમાર

સૂર્યમાંથી રંગ ઢળતા જોઉં છું,

કેટલાં અરમાન બળતાં જોઉં છું !

એ વખત હું યાદ કરતો’તો તને-

જ્યાં ગગનને ધરતી મળતાં જોઉં છું.

કેટલે અટકી ગયાં પગલાં કહો-

એ જ પગલે માર્ગ વળતાં જોઉં છું.

એક ટીપામાં ચડ્યાં તોફાન કૈં-

કેટલા દરિયા ઊછળતા જોઉં છું.

આંસુનો એકેય સિક્કો ના મળ્યો-

-ને ચારુ અંદર ઊકળતા જોઉં છું.

( મનીષ પરમાર )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.