મોનો ઈમેજ-રમેશ પટેલ

વરસાદનું

ચિત્ર જોઈ-

મન મારું નખશિખ

ગયું ભીંજાય !

વરસાદનું

કાવ્ય છે-

ધરા પર ઊગેલું

લીલેરું ઘાસ !

વરસાદમાં

ભીંજાતું હતું

સામેનું વૃક્ષ

કે તું ?!

નભે

મેઘધનુ જોતાં

બાળક

વિસ્મયના વરસાદે

ભીંજાય ગયો !

વરસાદમાં

મશરૂમની છત્રી

ઓઢી ઊભી છે-

કીડી !

.

( રમેશ પટેલ)

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.