આંખો થોડાં આંસુ રાખો-આઈ. જે સૈયદ Apr4 આંખો થોડાં આંસુ રાખો, દિલને થોડું પ્યાસું રાખો. એ તો વરસે વરસાદ છે, પોતાનું ચોમાસું રાખો. વરણાગી રાહોની છે સફર, ગુલાબોનું ભાથું રાખો. રણમાં પણ ઉગે ગુલાબ, ભીતર ઝરણું સાચું રાખો. ખાટી મીઠી યાદો સાથે, છુપાવેલ પતાસું રાખો. ( આઈ. જે સૈયદ )