હું છું છલોછલ-દીપક ત્રિવેદી

આંખ અડાબીડ દરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

આ મારામાં સાંવરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

આ રણઝણતાં ઝાંઝરિયાં

હે… ય… અમે શ્વાસમાં ભરીયાં

ઈ મનસાગરમાં ભરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

આંખ અડાબીડ દરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

જો ગમે એક બે ઠૂમરી

ઈ બને અષાઢી ઘૂમરી

ઈ પર્ણોમાં મરમરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

આંખ અડાબીડ દરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

ઈ મેઘધનુષી છાયો

ઉર આકાશે પથરાયો

ઈ પડઘામાં પાથરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

આંખ અડાબીડ દરિયો છે ને હું છું છલોછલ… છલ… છલ… છલ…

( દીપક ત્રિવેદી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.