હોંકાર ભરું છતાંયે નથી ધ્યાન દેતો
આકંઠ રટું છતાંયે નથી ધ્યાન દેતો
એકાદ બચી બાકી બળ્યા વિનાની ઈચ્છા
એમાં જ બળું છતાંયે નથી ધ્યાન દેતો
હો હા જ કર્યા કરે છે સમય તો નિરંતર
હું મૌન રહું છતાંયે નથી ધ્યાન દેતો
તારા જ થશું સુનામી ફરી પાછી આવી
એને વળગું છતાંયે નથી ધ્યાન દેતો
આકાશ બુઝાય બુઝે ખરી તારલાઓ
ટમકાર ત્યજું છતાંયે નથી ધ્યાન દેતો
‘હાકલ’ અચરજ બધાને થવાનું હવે તો
પડખું બદલું છતાંયે નથી ધ્યાન દેતો
( પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ )