થાકું ને હારું તો સામે જુએ છે,
વળી મનને મારું તો સામે જુએ છે.
રસ્તો જ ક્યાં છે, જવાનું છે નક્કી,
હજુ કાંઈક ધારું તો સામે જુએ છે.
બધે આમ હદમાં જ બેસી રહું શું ?
અનહદ નિહારું તો સામે જુએ છે.
જુવે આમે તેથી જ મળશે એ નક્કી ?
મળવા વિચારું તો સામે જુએ છે.
ઈશ્વર વિના કોણ હિંમત કરે આ ?
જીવતર ઝૂહારું તો સામે જુએ છે.
( શૈલેષ ટેવાણી )