ટીકી ટીકીને એ સામે જુએ છે,
મન ફાવે ત્યારે એ સામે જુએ છે.
સરનામું મારું ને તેનું છે જુદું,
પરિચય વિના શું એ સામે જુએ છે ?
ઝગડે તો જાણું, રીસમાં પ્રમાણું,
મૂંગા રહીને એ સામે જુએ છે.
કોઈ માર્ગમાં તો એ મળતાં નથી ને,
બધી કેડી કેડી એ સામે જુએ છે.
ઈશ્વર વિના કોણ હિંમત કરે આ ?
દુ:ખમાં ને સુખમાં એ સામે જુએ છે.
( શૈલેષ ટેવાણી )