હું ગુલમહોર તું ગરમાળો-અંજના ગોસ્વામી

હું ગુલમહોર તું ગરમાળો
બેઉથી મઘમઘ ઉનાળો.

 

હું કેશરભીને વાન સજન, તું તેજ તણું વરદાન સજન,
હું રંગ કસુંબલ ચૂંદલડી, તું સાફો ઘૂઘરીયાળો.

હું ગુલમહોર તું ગરમાળો
બેઉથી મઘમઘ ઉનાળો.

 

તું મોસમનો શણગાર સખી, ને હું એનો અણસાર સખી,
તું છોરી જોબનવંતી ને હું છોરો કામણગારો.
તું ગુલમહોર હું ગરમાળો
બેઉથી મઘમઘ ઉનાળો.

 

રંગે ભીંજયાં બેઉ આપણ, રંગાયા ફળિયુંને આંગણ,
ધરા, ગગન રંગીન અને રંગીન છે આ જન્મારો.
હું ગુલમહોર તું ગરમાળો,
બેઉથી મઘમઘ ઉનાળો.

 

( અંજના ગોસ્વામી, ‘અંજુમ આનંદ’ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.