ગુલમહોર તો સમજી ગયો-તુષાર શુક્લ

ગુલમહોર તો સમજી ગયો પણ
ગરમાળો કન્ફ્યુઝ થાય છે.
વાદળ તો ઘેરાય છે પણ આ
ગરમી ક્યાં ડીફ્યુઝ થાય છે ?

 

જાઉં હવે કે હજી ન જાઉં ?
ઉનાળો છે હજી ય બાકી ?
ગરમાળાની રજાની અરજી
મહિનાથી રીફ્યૂઝ થાય છે.

 

ગ્રીષ્મ તો ગયો પંચાંગે પણ
કેલેન્ડર પણ એ જ કહે છે
આષાઢે અકબંધ ઉનાળો
ટીવી માટે ન્યુઝ થાય છે.

( તુષાર શુક્લ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.