કરો ખમૈયા કરો-કૃષ્ણ દવે Apr24 કરો ખમૈયા કરો મહાકાળના કાળ તમે વિકરાળ રૂપ કાં ધરો ? કરો ખમૈયા કરો તમે જ ફૂંક્યા હતા દેહમાં પ્રાણ તમે કાં હરો ? કરો ખમૈયા કરો . કેમ અમારું દુઃખ નજરમાં નથી આપને ચડતું ? પ્રાણવાયુને માટે જીવન જ્યાં ને ત્યાં તરફડતું ! કોઈ ઝાડ ક્યાં કહે પર્ણને ભર વસંતમાં ખરો કરો ખમૈયા કરો . નથી કોઈને માંગ્યો મળતો એક ઉછીનો શ્વાસ તમે જ બોલો કોના પર એ મૂકે હવે વિશ્વાસ ? અરે આટલા ક્રૂર બની આ ધરતી પર ના ફરો કરો ખમૈયા કરો . તમે જ સૌથી વધુ લૂંટો છો જીવનરસનો લ્હાવો તમે જ એ બૂઝાતી આંખે દીવો ફરી પ્રગટાવો હે કરુણામય ક્રોધ ત્યજી આનંદ રૂપે અવતરો કરો ખમૈયા કરો . ( કૃષ્ણ દવે )