સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો-ભાગ-૧

આપણી ભાષાના સૌથી સારા ૧૦૦ કે ૨૦૦ પુસ્તકો ક્યા તો તે કહેવું ઘણું મુશ્કેલ છે. અને વ્યક્તિએ વ્યક્તિએ કદાચ આ લીસ્ટ જુદું જુદું બને. કારણ કે દરેક વ્યક્તિની પસંદગી અને રસના ક્ષેત્રો અલગ અલગ હોવાના.

.

આરપાર મેગેઝિનનો ૨૯ ઓગષ્ટ ૨૦૦૫ (વર્ષ-4 અંક ૪૪ સળંગ અંક ૨૦૦)નો અંક સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો વિશેષાંકરૂપે પ્રકાશિત થયો હતો. જેમાં ગુજરાતી ભાષાના ૨૦૦ પુસ્તકોના નામ અને તેનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૨૦૦ પુસ્તકો આરપારની ટીમની નજરમાં સો ટચના છે. પરંતુ એમાંથી આપણને પણ ઘણાં નવા પુસ્તકોના નામ મળશે.

.

૧. અખેપાતર – બિન્દુ ભટ્ટ, આર. આર. શેઠની કંપની

૨. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – નારાયણ દેસાઈ, મહાદેવ દેસાઈ જન્મ શતાબ્દી સમિતિ

૩. અમદાવાદનો ઈતિહાસ – નારાયણ દેસાઈ, ગુજરાત વિદ્યાસભા

૪. અમાસના તારા – કિશનસિંહ ચાવડા, ગૂર્જર પ્રકાશન

૫. અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ (ભાગ-૧-૨-૩)- હરકિસન મહેતા, પ્રવીણ પુસ્તક ભંડાર

૬. અમે બધાં – ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭. અરધી સદીની વાચનયાત્રા (ભાગ ૧) –સંપા. મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ

૮. અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી, સુમન પ્રકાશન

૯. અસૂર્યલોક – ભગવતીકુમાર શર્મા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૦. આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ – નગેન્દ્ર વિજય, યૂરેનસ બુક્સ

૧૧. આત્મકથા અથવા સત્યના પ્રયોગો – મોહનદાસ કરમચંદ, ગાંધી નવજીવન ટ્રસ્ટ

૧૨. આપણા કસબીઓ ( ભાગ ૧-૨) – જોરાવરસિંહ જાદવ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩. આપણા પ્રતિનિધિ સારસ્વતો સંપા. રમેશ મ. શુક્લ, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૪. આપણી પ્રસન્નતા આપણા હાથમાં – અવંતિકા ગુણવંત, આર. આર. શેઠની કંપની

૧૫. આપ કી પરછાઈયાં – રજનીકુમાર પંડ્યા, આર. આર. શેઠની કંપની

૧૬. આ પણ ગુજરાત છે દોસ્તો ! – ડો. વિદ્યુત જોષી, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ (સુરત)

૧૭. આરોગ્યધન – લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન

૧૮. આંગળિયાત – જોસેફ મેકવાન, આર. આર. શેઠની કંપની

૧૯. ઈન્હેં ના ભુલાના – હરીશ રઘુવંશી, રન્નાદે પ્રકાશન

૨૦. ઈશ્વરનો ઈન્કાર – નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, જમનાદાસ કોટેચા-અબ્દુલભાઈ વકાની

૨૧. ઈંગ્લિશ ! ઈંગ્લિશ ! – દિગીશ મહેતા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૨. ઉપરવાસ કથાત્રયી – રઘુવીર ચૌધરી, આર. આર. શેઠની કંપની

૨૩. ઉંઝાજોડણી પણ – રામજીભાઈ પટેલ, સરોજ રા. પટેલ

૨૪. એ લોકો – હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૫. એકત્રીસ સુવર્ણમુદ્રાઓ – સૌરભ શાહ, પ્રિન્સેસ સ્ટ્રીટ પબ્લિશિંગ હાઉસ

૨૬. એક્શન રિપ્લે (ભાગ ૧-૨) – તારક મહેતા, નવભારત સાહિત્ય મંદિર

૨૭. એન્જોયગ્રાફી – રતિલાલ બોરીસાગર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૮. ઓથાર (ભાગ ૧-૨) – અશ્વિની ભટ્ટ, વોરા એન્ડ કંપની

૨૯. અંતિમ અધ્યાય – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૩૦. કર્મ- પ્રિયકાન્ત પરીખ, નવભારત સાહિત્ય મંદિર

૩૧. કવિતાનો સૂર્ય – મહેશ દવે, ઈમેજ પબ્લિકેશન

૩૨. કાળો અંગ્રેજ – ચિનુ મોદી, પાર્શ્વ પ્રકાશન

૩૩. કિમ્બલ રેવન્સવુડ – મધુ રાય, વોરા એન્ડ કંપની

૩૪.કુંતી (ભાગ ૧-૨) – રજનીકુમાર પંડ્યા, આર. આર. શેઠની કંપની

૩૫. કૃષ્ણનું જીવનસંગીત – ગુણવંત શાહ, આર. આર. શેઠની કંપની

૩૬. કેલીડોસ્કોપ (ભાગ ૧-૨) – મોહમ્મદ માંકડ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૩૭. કોસ્મોસ – નગેન્દ્ર વિજય, યુરેનસ બુક્સ

૩૮. ખેલંદો (ભાગ ૧-૨) – મહેશ યાજ્ઞિક, રન્નાદે પ્રકાશન

૩૯. ખીલ્યાં મારાં પગલાં – પ્રીતિ સેનગુપ્તા, આર. આર. શેઠની કંપની

૪૦. ગલબા શિયાળની ૩૨ વાતો – રમણલાલ સોની, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૧. ગાતા રહે મેરા દિલ – સલિલ દલાલ, સત્ય મીડિયા

૪૨. ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો – દલપત શ્રીમાળી, મુક્તાનંદ પ્રકાશન

૪૩. ગાંધીચરિત – ચી. ના. પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

૪૪. ગાંધીયુગનું ગદ્ય (ભાગ ૧) – દલપત પઢિયાર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૫. ગુજુભાઈની બાળવાર્તાઓ/દીવાસ્વપ્ન – સંસ્કાર સાહિત્ય મંદિર

૪૬. ગિરાસમાં એક ડુંગરી – મરિયા શ્રેસ મિત્સ્કાબેન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૭. ગીતામંથન – કિશોરલાલ વ. મશરૂવાલા, નવજીવન પ્રકાશન મંદિર

૪૮. ગુજરાત – ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ

૪૯. ગુજરાત પાણીની અને સામુદ્રિક સમસ્યા (સંરક્ષણની દ્રષ્ટિએ) – અધ્યા.(ડો.) કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા),  માહિતી ખાતું ગુજરાત રાજ્ય

૫૦. ગુજરાતના વિકસતા સમુદાયો – ઉર્મિલા પટેલ, મંગળ પ્રભાત

૫૧. ગુજરાતની અસ્મિતા – રજની વ્યાસ, અક્ષરા પ્રકાશન

૫૨. ગુજરાતમાં કલાના પગરવ – રવિશંકર રાવળ, કલારવિ ટ્રસ્ટ અને આર્ચર

૫૩. ગુજરાતમાં દુષ્કાળો (આર્થિક-સામાજિક અસરો) – રોહિત શુક્લ, ગુજરાત સામાજિક સેવા મંડળ

૫૪. ગુજરાતી થિયેટરનો ઈતિહાસ – હસમુખ બારાડી, નેશનલ બુક ટ્રસ્ટ

૫૫. ગુજરાતી નવલકથા – રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

૫૬. ગુજરાતી પ્ત્રકારિત્વનો ઈતિહાસ – ડો. રતન રુસ્તમજી, માર્શલ ગાંડિવ સાહિત્ય મંદિર

૫૭. ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક – સંપા. ડો. મહેશ ચોકસી, ધીરેન્દ્ર સોમાણી

૫૮. ચેતનાની ક્ષણે – કાંતિ ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર

૫૯. ચીનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ – આદર્શ પ્રકાશન

૬૦. ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો – સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન

૬૧. ચંદ્રવદન મહેતા સમગ્ર નાટ્યકૃતિઓ દ્વિઅંકી સંપા. ડો. સુરેશ દલાલ, ગુજરાત સાહિત્ય અકાદમી

૬૨. છિન્નપત્ર – સુરેશ હ. જોષી, પાર્શ્વ પ્રકાશન

૬૩. છકો-મકો (ભાગ ૧ થી ૫) – જીવરામ જોષી, નવભારત સાહિત્ય મંદિર

૬૪. જગાડાકુનાં વેરનાં વળામણાં (ભાગ ૧-૨) – હર્કિસન મહેતા, પ્રવિણ પુસ્તક પ્રકાશન

૬૫. જનમટીપ – ઈશ્વર પેટલીકર, આર. આર. શેઠની કંપની

૬૬. જયપ્રકાશની જીવનયાત્રા – કાન્તિ શાહ, યજ્ઞ પ્રકાશન

૬૭. જય સોમનાથ – ક. મા. મુનશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૬૮. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર – મૃદુલા મહેતા, હરિ ઓમ આશ્રમ (નડિયાદ)

૬૯. જીવતર નામે અજવાળું – મનસુખ સલ્લા, આર. આર. શેઠની કંપની

૭૦. જીવનનું પરોઢ – પ્રભુલાલ છગનલાલ ગાંધી, નવજીવન પ્રકાશન મંદિર

૭૧. જિંદગી જિંદગી – વિજયગુપ્ત મૌર્ય, પુષ્કરણા પબ્લિકેશન્સ

૭૨. તપસીલ – સંપા. હર્ષદ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમી

૭૩. તમે કહો છો તે આઝાદી ક્યાં છે – ઈન્દુકુમાર જાની, પીલલ્સ બુક હાઉસ

૭૪. તારક મહેતાનો ટપુડો – તારક મહેતા, નવભારત સાહિત્ય મંદિર

૭૫. થોડા નોખા જીવ – વાડીલાલ ડગલી, આર. આર. શેઠની કંપની

૭૬. દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭૭. દિલીપ રાણપુરા સાહિત્ય વૈભવ – સંપા. યશવંત મહેતા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭૮. દિવ્યાત્મા ગાડગે મહારાજ – ગોકુળભાઈ ભટ્ટ, નવજીવન પ્રકાશન મંદિર

૭૯. દિવાળીના દિવસો – પ્રાગજીભાઈ ભામ્ભી, પાર્શ્વ પબ્લિકેશન

૮૦. દીકરી વહાલનો દરિયો – સંપા. વિનોદ પંડ્યા, કાંતિ પટેલ, સમભાવ મિડિયા લિમિટેડ

૮૧. દ્રશ્યાવલોકન – અભિજિત વ્યાસ, રન્નાદે પ્રકાશન

૮૨. દ્વિરેફ વાર્તાવૈભવ – રા. વિ. પાઠક દ્વિરેફ, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૮૩. ધરતીની આરતી – સ્વામી આનંદ, સંપા. મૂળશંકર મો. ભટ્ટ, લોકમિલાપ ટ્રસ્ટ

૮૪. ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમારનાં સંસ્મરણો – લોકકલા ફાઉન્ડેશન

૮૫. ધૂમકેતુ વાર્તાવૈભવ – ધૂમકેતુ, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૮૬. નકલંક – મોહન પરમાર, લોકપ્રિય પ્રકાશન

૮૭. નવલ ગ્રંથાવલિ તારણ કાઢનાર : નરહરિ દ્વારકાદાસ પરીખ, ગૂજરાત વિદ્યાપીઠ

૮૮. નવસંધાન – સંપા. પ્રેમનાથ મહેતા, પીપલ્સ બુક હાઉસ

૮૯. નામરુપ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, આર. આર. શેઠની કંપની

૯૦. નાયિકા-પ્રવેશ સંપા. હિમાંશી શેલત, અદિતિ દેસાઈ, સમર્થ ટ્રસ્ટ

૯૧. નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી, રૂપાલી પ્રકાશન

૯૨. નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં –  સંપા. રમણ સોની

૯૩. નોખા ચીલે નવસર્જન – ઉર્વીશ કોઠારી, પૂર્વી ગજ્જર, નવસર્જન ટ્રસ્ટ

૯૪. પશ્ય ન્તી – સુરેશ જોષી, સાહચર્ય પ્રકાશન

૯૫. પાટણની પ્રભુતા-ગુજરાતનો નાથ-રાજાધિરાજ – કનૈયાલાલ મુનશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૯૬. પીળું ગુલાબ અને હું – લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન

૯૭. પેડલ પર પૃથ્વી પરકમ્મા – મહેન્દ્ર દેસાઈ, પ્રવીણ પુસ્તક ભંડાર

૯૮. પેરેલિસિસ – ચંદ્રકાંત બક્ષી, નવભારત સાહિત્ય મંદિર

૯૯. પંચાજીરી – રમણલાલ છોટાલાલ મહેતા, પુન:પ્રકાશન – અમિત ર. મહેતા

૧૦૦. પંચામૃત – ભૂપત વડોદરિયા, નવભારત સાહિત્ય મંદિર

2 thoughts on “સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો-ભાગ-૧

  1. તમારી વાત સાચી જ છે. કોઇ પણ યાદી દરેકને સ્વીકૃત હોય તેવું નથી બનતું. યાદી પર નજર નાખતાં વધુ આનંદ એ વાતે થયો કે તેમાં (નં.૮૮) “નવસંધાન” સંપાદક : પ્રેમનાથ મહેતા, પ્રકાશક : પીપલ્સ બુક હાઉસનો સમાવેશ થયો છે. એક સમયે અમદાવાદના રીલીફ રોડ પર કાર્યરત પીપલ્સ બુક હાઉસનું હવે તો અસ્તિત્વ રહ્યું નથી, પણ ૧૯૮૦ના અરસામાં તેમણે ગુજરાતીમાં લખાયેલી પ્રગતિશીલ વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. ગુજરાતીમાં પ્રગતિશીલ વાર્તાઓ તો હંમેશાં લખાતી જ રહી છે, પણ પસંદગીની કેટલીક વાર્તાઓનો સંગ્રહ કરવાનો કદાચ અત્યાર સુધીનો આ એકમાત્ર પ્રયાસ થયો છે. આ સંગ્રહમાં બકુલેશ, જયંત ખત્રી, ચંદ્રકાન્ત બક્ષી, દિલીપ રાણપુરા, જશવંત મહેતા, યશવંત મહેતા અને નસીર ઇસમાઈલી જેવા લેખકો સાથે મારી પણ એક વાર્તા “બિરિયાની”નો સમાવેશ થયાનું ગૌરવ છે.

    Like

  2. તમારી વાત સાચી જ છે. કોઇ પણ યાદી દરેકને સ્વીકૃત હોય તેવું નથી બનતું. યાદી પર નજર નાખતાં વધુ આનંદ એ વાતે થયો કે તેમાં (નં.૮૮) “નવસંધાન” સંપાદક : પ્રેમનાથ મહેતા, પ્રકાશક : પીપલ્સ બુક હાઉસનો સમાવેશ થયો છે. એક સમયે અમદાવાદના રીલીફ રોડ પર કાર્યરત પીપલ્સ બુક હાઉસનું હવે તો અસ્તિત્વ રહ્યું નથી, પણ ૧૯૮૦ના અરસામાં તેમણે ગુજરાતીમાં લખાયેલી પ્રગતિશીલ વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. ગુજરાતીમાં પ્રગતિશીલ વાર્તાઓ તો હંમેશાં લખાતી જ રહી છે, પણ પસંદગીની કેટલીક વાર્તાઓનો સંગ્રહ કરવાનો કદાચ અત્યાર સુધીનો આ એકમાત્ર પ્રયાસ થયો છે. આ સંગ્રહમાં બકુલેશ, જયંત ખત્રી, ચંદ્રકાન્ત બક્ષી, દિલીપ રાણપુરા, જશવંત મહેતા, યશવંત મહેતા અને નસીર ઇસમાઈલી જેવા લેખકો સાથે મારી પણ એક વાર્તા “બિરિયાની”નો સમાવેશ થયાનું ગૌરવ છે.

    Like

Leave a comment