મારા વિશે

heena1

મારું નામ હિના એમ. પારેખ. હું દક્ષિણ ગુજરાતના વલસાડમાં મારા મમ્મી-પપ્પા સાથે રહું છું. જ્ઞાતિએ અમે સોની પણ મારા મમ્મી-પપ્પા વ્યવસાયે શિક્ષક હતા. હાલ બન્ને નિવૃત્ત જીવનમાં પ્રવૃત્ત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં બી.કોમ. અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન જર્નાલિઝમની ડિગ્રી મેળવી છે. અને પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો છે. સાત વર્ષ સુધી શેઠ ભગવાનદાસ બ્રીજભૂખણદાસ બલસાર પીપલ્સ બેન્ક લી.માં ક્લાર્ક અને કેશિયર તરીકે કામગીરી બજાવી. પણ બેન્ક ફડચામાં જતાં બેન્કની ફરજમાંથી છૂટા થવું પડ્યું. હાલ હું એક પ્રખ્યાત હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ફરજ બજાવું છું.

 

સાહિત્ય પ્રત્યેની રુચિ માટે હું મારા મમ્મી-પપ્પા અને મારી મોટીબેન પ્રીતિની આભારી છું. આ ત્રણેના કારણે મને પુસ્તકો વાંચવાની ટેવ પડી અને એમ કરતાં સાહિત્યમાં રસ પડ્યો. લાઈબ્રેરીના મોટેભાગના પુસ્તકો મેં એકથી વધારે વખત વાંચ્યા હતા. જ્યારથી મેં નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી પુસ્તકો ખરીદીને જ વાંચવાની કુટેવ પડી છે. હાલમાં મારી અંગત લાઈબ્રેરીમાં લગભગ ૧૦૦૦ પુસ્તકો છે.

 

સાહિત્યના શોખની સમાંતર જ મારી અધ્યાત્મ પ્રત્યેની રુચિ પણ વિકસતી રહી છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ તો હતું જ. સાથે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ હતું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ, પૂ. માતાજી, ઓશો, સ્વામી યોગાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતીજી(કોઈમ્બતુર), સ્વામી વિદિતાત્માનંદજી(અમદાવાદ), દિલીપકુમાર રોય વગેરે જેવા આર્ષદ્રષ્ટાઓને વાંચવાનું થયું છે. સ્વામી દયાનંદ સરસ્વતી(કોઈમ્બતુર)ના શિષ્યા સ્વામીની સદવિદ્યાનંદાજી પાસે વેદાંતને શ્રવણ કરવાનો મોકો પણ મળ્યો છે. રાધાવલ્લભ સંપ્રદાયના પૂ. ડો. સરલા ગોસ્વામી પાસે મેં મંત્રદિક્ષા લીધી છે. વખતોવખત ઓશોની ધ્યાન શિબિર પણ કરું છું. ટી.વી.ના માધ્યમ દ્વારા પૂ. મોરારીબાપુ અને પૂ. આનંદમૂર્તિ માને સાંભળવાનું મને ગમે છે.

 

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. દિવ્યભાસ્કરમાં આવતી હિમાંશુ કીકાણીની સાયબર સફર કોલમ દ્વારા ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com)ના માર્ગદર્શન દ્વારા Unicodeથી ગુજરાતીમાં ટાઈપ કરતાં શીખી. અને ગમતાંનો ગુલાલ કરવા માટે જૂન ૧૦, ૨૦૦૮ના રોજ મારા બ્લોગ મોરપીંછ (www.heenaparekh.wordpress.com અને www.parekhheena.blogspot.com) ની શરૂઆત થઈ. હાલના તબક્કે રોજ એક કવિતા પોસ્ટ કરવાનો નિયમ રાખ્યો છે. સાહિત્યના બીજા સ્વરૂપોને ક્રમશ: સ્થાન આપવા માટે ભવિષ્યમાં પ્રયત્ન કરીશ. બ્લોગ પર રોજ એક કવિતા મૂકવાના કારણે મને રોજ કવિતા માણવાની તક મળી છે તેનો આનંદ અવર્ણનીય છે.

 

મોબાઈલ મેસેજનો પણ ઘણો મોટો સંગ્રહ હોવાથી બીજા બ્લોગ મોબાઈલ મેસેજ (www.parekheena.wordpress.com) ની પણ શરૂઆત કરી છે. પણ એ બ્લોગ પર હું નિયમિત રીતે પોસ્ટ કરતી નથી.

 

બ્લોગ વાંચીને મિત્રો પ્રતિભાવ આપે તો સારું લાગે છે. એનાથી એ જાણવા મળે છે કે બ્લોગ દ્વારા કેટલા મિત્રો સાહિત્યના સંપર્કમાં છે. બાકી, કવિતા અંગેનો પ્રતિભાવ તો જે તે કૃતિના સર્જકને અર્પણ છે. કારણ કે હું તો માત્ર કવિતાને બ્લોગ પર મૂકી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું જ કામ કરું છું. પ્રશંસાના સાચા હકદાર તો મૂળ સર્જકો જ છે.

 

મારા સાહિત્ય સર્જન વિશે જણાવું તો થોડી કવિતા અને નવલિકાઓ લખી હતી. અને એમાંથી કેટલીક વિવિધ સામાયિકોમાં પ્રકાશિત પણ થઈ હતી. ગુજરાતી સામાયિક પારિજાત (જે પછી મનાંકન ના નામે ઓળખાયું અને હાલ બંધ છે)માં એક વર્ષ સુધી પત્રમૈત્રી આધારીત મૈત્રીની મહેક કોલમ મેં સંભાળી હતી. ડો. ગોપાલ શર્મા સહરલિખિત, હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક તિનકા તિનકા સપને નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. કોઈ કારણસર પુસ્તક હજુ અપ્રકાશ્ય છે.

 

હાલ ઘણાં સમયથી કંઈ મૌલિક સર્જન થયું નથી. કુન્દનિકા કાપડિઆએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે લખવુંએ હંમેશા મને બીજી કોટીની-સેકન્ડરી વસ્તુ લાગી છે. પહેલી કોટીની વસ્તુ છે : જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે. સર્જન બાબતે હું પણ કંઈક આવું જ અનુભવું છું. ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેના વિશે લખી શકાય. પણ તેની મને અનુભૂતિ થવી, તે વાત મારા હ્રદય સુધી પહોંચવી અને સમવેદના અનુભવવી એ મારા માટે વધારે અગત્યનું છે. લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી. કોઈની ફરમાઈશ પર હું કંઈ પણ લખી શકતી નથી. એ માટે કદાચ મારો મૂડી સ્વભાવ પણ જવાબદાર છે. તેથી જ મેં મારું ઉપનામ મનમૌજી રાખ્યું છે.

 

વાંચન અને લેખન સિવાય મારા અન્ય શોખ સંગીત સાંભળવું, પત્રમૈત્રી, પ્રવાસ, કુદરતી સૌંદર્યને માણવું, ફોટોગ્રાફી, નેટ સર્ફિંગ અને રેકી છે. રેકીમાં હું સેકન્ડ ડિગ્રી સુધી શીખી છું.

 

ટૂંકમાં કહું તો..અધ્યાત્મ મારું મૂળ છે,

પુસ્તકો મારા શ્રેષ્ઠ મિત્ર છે,

અને…સાહિત્ય મારું જીવન છે.


સંપર્ક:

આ બ્લોગ દ્વારા

અથવા heena.m.parekh@gmail.com


હિના પારેખ મનમૌજી”.


 

 

[મારો આ પરિચય શ્રી વિજયકુમાર શાહના બ્લોગ www.gujaratisahityasangam.wordpress.com પર “બ્લોગર વિશે માહિતી” વિભાગ અંતર્ગત પોસ્ટ થયો છે. જે વાંચવા માટે અહીં ક્લીક કરો.]

159 replies on “મારા વિશે”

 1. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

 2. सीधी सरल जुबान में अपना बयान ! सरल शब्द प्राकृतिक बयार की तरह, हिना की यही पहचान है |

  अपनी मातृभाषा के प्रति जैसा अनुराग जैसा हिना को दिया है, वैसा ईश्वर सबको दे | रचने और बांचने वाले के सब मनोरथ पूर्ण हों !! ब्लॉग कीर्ति का स्तम्भ बने, शिखर बने ! शुभता की पताका सा सदा लहराए !!

 3. सीधी सरल जुबान में अपना बयान ! सादा सरल शब्द, ठेठ प्राकृतिक बयार की तरह; हिना की यही तो पहचान है |

  अपनी मातृभाषा के प्रति जैसा अनुराग हिना को दिया है, वैसा ईश्वर सबको दे | रचने और बांचने वाले के सब मनोरथ पूर्ण हों !!

  ब्लॉग कीर्ति का स्तम्भ बने, शिखर बने ! शुभता की पताका सदा लहराए !! ऐसी शुभकामना है |

  rds

 4. ગમ્યું .. ઘણુ ગમ્યુ .. અંતરના ઊંડાણમાં – મારો બ્લોગ .. મુલાકાત લેજો .. મારા જેવા નવા સવા બ્લોગરના બ્લોગ પર તમને ગમે એવુ શુ હશે .. એ તો તમે જણાવો તો જ ખબર પડે ને ?

 5. Heenaji, I don’t know how to express my thanks but I kliked your webpage very interesting. It was my forst occation to go though such Gujarati page on net. I am now at office but definately I will go though all the matter posted here from home pc. I am from Gujarat India. ..Keep postings..
  my email address is bhatol@gmail.com

  With Thanks…

 6. “હાલ ફુલ ટાઈમ બ્લોગર છું. ” – ગમ્યું. સરસ પ્રવ્રુત્તી – મારી જેમ!

  સમ્પર્ક કરશો તો ગમશે.

 7. According to your profile , you are commerce student but here i see some special ART inhurant in ur heart.

 8. I likes ur choice,there are few person who are interested in this type of poem,reading,gujarati gazals,thank you very much.

 9. I liked Meera Bhajan and nice to know about yourself, you got very good interest in your life, keep it up. Kanhem

 10. હીનાબેન,
  સૌપ્રથમ ગુજરાતી બ્લોગજગતમાં સુસ્વાગતમ. મારા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેવા બદલ આભાર. તમે વલહાડની યાદ અપાવી એથી આનંદ થયો. ઘણો નાનો હતો ત્યારે વલસાડ છોડી દીધેલું. તમારા પરિચયે જાણે જન્મસ્થળ સાથે એક નવો તંતુ જોડાયો. તમારી પસંદગી સુંદર છે. લખતા રહેજો અને આ માધ્યમથી મળતા રહેજો. શુભેચ્છા સહ.

 11. namaste i am from Rajkot Dr Hitesh Jsohi, i have gone through each and every post and to be very frankly we are highly appreciated

  Congratulation

  whenever you come to Rajkot pl do come

  My in laws are from Valsad my wife Mrs Manisha is from Valsad

  hitesh Joshi 9824214757 hitraj29@yahoo.com

 12. હિનાબેન,
  વેબ પર ગુજરાતી જોઇ ખુબ આનન્દ થાય છે. આપની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી હાર્દિક શુભકામના……….ભવસુખ શિલુ.
  ૧૦૯-નવકાર એપાર્ટમેન્ટ, ૩-હિમ્મતનગર કોલોનિ, જામનગર

 13. તમારો બ્લોગ બાહુ સરસ છે
  ગુજ્રરાતી બ્લોગ જગતમા તમારુ સ્વાગત છે

 14. khubaj saras 6 ben pan ajni pedhi aa badhathi dur thati jay 6 kalchar badlay 6 apne vache chhiye
  pan loi tamara jeva bhagvan 6 k sanskruti jivant rakhi shake hu tene fully support karva betho chu
  vachak
  kamlesh

 15. you are amazing I do not normally read poems but your poems are inspiration. I live i n london and i am sure there are many like me who read your poems keep it upp

 16. I am always inspire by your good morning mails in different groups so i visited your blogs.It is good moderating the activitied conducted by you.keep it up and pray to almighty that you will be richer in all sense.
  thanks

 17. હેલો મેડમ,

  ખૂબ સરસ પોસ્ટિંગ હોય છે અહી તમને બ્લોગ બનવા નો વિચાર ક્યા થી આવ્યો, શુ હૂ ઍ જાણી શકું છુ.

 18. હિના એમ. પારેખ “મનમૌજી” બહુ સરસ કામ છે.

  શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.

  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

  Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

 19. hi, aapki kavita achhi lagi. aapki kavita me ek gahrayee he jo dil ko chhuti he. lagta he aapne kafi chot khaye he ji apki kavita me dard ka ehsas he vah kafi achha laga.

 20. heena
  i’m much impressed by ur writings
  plz keep this spirit up
  so that ppl like me can have the real touch of mothertongue with ur poems and thoughts!
  tk cr dear

 21. Tame aa site mate khubj mahenat karo chho te badal abhinandan. Iswar tamaru swasthya khubaj saru rakha ane tame aa kshetra ma khubaj uchatam shikhar sar kero tevi prabhu prarthana-
  jhsoni

 22. ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સુસ્વાગતમ્ !!!

  આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન…

  આપનો ગુજરાતી બ્લોગ જોઈ ઘણોજ આનંદ થયો..

  લખતા રહેજો અને આ માધ્યમથી મળતા રહેજો.

  એવી અભિલાષા સહ… હાર્દિક શુભકામનાઓ !

  દિવ્યેશ પટેલ

  http://divyesh-patel.blogspot.com

  http://divyeshsanghani.blogspot.com

  http://dreams-of-world.blogspot.com

 23. REspecte Sister
  y are agreat syaer withyour own created gujarati rechena that mostly i read evey day. you migth be come to know that our gujatati great shayer Sir Adl\il Mensuriji is passed away befor few daya at USA. A sredhanjeli shabha was organised by Sahitya Parisad at asram ROad on 7 th nov saturday. the sabha was started by performing well known ghazals of adilji by S naynesh JAni & shomil nunshi. well known sahitya kar shi chinubhai modi Labhshanker tahkore has given their unforgotable insidance that tey enjoy with adilji. my main aim to write you is to put such event that our member have on blogs with some ghazals of this shayers taht is real sradhnjel. i ma singer singinging gujarati ghazals, sugam git & own group that singing all kind of music twice in a weak in paldi area

 24. Hello Hinaben
  I liked your website.I really enjoyed Gazals. Please keep up good work.I am also from Valsad and studied in N.K.M.Science college before went to Engineering.I know Ushanas who was a Art college professor in N.K.M.

 25. Dear Heena ben,

  It’s great to see such blog. I born & brought up in Gujarat. Rather being a hindibhashi I am Gujarati by Soul. I have also written gazals & short stories in Gujarati. well, congratulations again.
  see you!

  warm regards,

  Ravi Mathur

 26. I Like to reply you and appreciate with raise of both hands. you’r poet is really wonderful. Even many times i had sending messg., but there is no feedback/reply at your end. If you can mail me on my same id.

 27. Dear Sister,
  I read ADilji Ghazals put on your blogs Thanka for the same. Our group is ecellent & pefoming best in our group aim .
  Once again thanks
  Jagdish soni

 28. Dear sister
  Please give me postal adress of your website so that i can post ghzals of Sir Adiliji & some worthful events of his life that given by Shi Chinubhai Modi & Shri Labhshankar Thakore during Shradhanjeli shabha at Ahmedabad . I dont know gujarati type .Evev if I type the matter outsource gujatrati pond problems may arise other wise you suggest the pond type so that same can be directly converted.
  thanks
  jagdish soni

 29. Hi dear,
  aap je kam kari rahyachho e khubaj saras chhe i like it pan mane aapni krutio game chhe.
  pan mane aaradhi bhajan ma vadhare ras chhe ane jo tamari pase avu kaik hoy athva aapni pase evi koi site hoy to please mane jarur thi mokal jo ……

  Jay shree Krishna

 30. Dear Divaine Sister Heenaji Namaste, first time visited you and read about you.. you and we have all same interes except reiky I dont know whai is it.
  tamaru kavya pan vanchyu. saras lakho chho. hu blogjagatma navo nishaliyo chhu..thoth..haa mane shirshak gamyu Morpichcha..bahu ja lobhamnu chhe..manam thay ke teni janyaa hu hou to..irshya thaaay chhe..Morpichchani..Mare ne Adil mansuri ne Khasu najik aavvanu banelu..temne pote mane aapel sangrah per me kahyu matra hastakshar nahi pankti lakhi aapo..temne lakhyu,…ej haatho ma chhe mari jindgi, sachvi na je shakyaa mehdino rang !!
  fari malish happy new year. dilip from leicestergurjari blog

 31. હિના પારેખ,

  જનરલી બનતું હોય છે એવું કે પહેલા પરિચય વંચાય પછી પરિચય થાય, આપણા કિસ્સામાં ઉલ્ટુ થયું, આપણે સંવાદ તો કરીયે છીએ પરંતુ મેં તમારો આ પરિચય આજે ધ્યાનથી વાંચ્યો, અને એ પણ જો તમે ન કહ્યુ હોત તો ખબર નહી ક્યારે વાંચત.

  ખોટા વખાણની કે સાચુ છુપાવાની (કુ) ટેવ નથી રાખી સ્પષ્ટતા સાથે કહુ તો..

  1- તમે પદ્યના રસીક હોવા છતાં ગદ્ય પણ આટલું સરસ લખી શકતા હશો એનો અંદાજ ન હતો!

  2- કુન્દનિકા કાપડિયાની જે વાત સાથે સહમત થઈને તમે કહો છો, ” લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી” એ ખરેખર ગમ્યું.

  3- અંતમાં કહુ કે સાહિત્ય એટલે માત્ર શાયરીઓ (અને એ પણ ચોરેલી કે તદન હિન યા નાદાન કક્ષાની) નહી પરંતુ જીંદગીને માણી, જાણી અને ચાળીને 1000 જેટલા પુસ્તકોને, કુદરતને, પરિવારને અને પોતાની જાતને પણ પ્રેમ કરતા કરતા ગમતાનો ગુલાલ કરવો એ તમારી પાસેથી જાણીને અજીબ અને ખુબ જ આનંદ થયો.

 32. hina ‘manmoji’,
  tara vishe tane vachi ne maja avee!
  ‘GAVO VISHVASHYA MATARAM’
  COW IS THE MOTHER OF UNIVERS !
  gay mata vishaye samshodhan karu chu !
  koi var moko malye ser karish !
  GAU SUKT vanchyu che ?
  GUJARATI TYPE KARTA NATHEE AAVADATU !!
  NAMASTE !
  Dr.Htesh

 33. “અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે”. આ લાઇન ને સમજ વા માટે તમારે એક પુસ્તક વાંચવું રહયું. પુસ્તક અંગ્રેજી માં છે. પુસ્તક નું નામ : Zero 2 Dot.
  web site : http://www.zero2dot.org

  આભાર

  ડો. સુધીર શાહ ના સ્નેહલવંદન

 34. હીનાજી
  સૌ પ્રથમ બ્લોગ જગતમાં આપનુ સ્વાગત.
  આપે આપનો પરિચય ખૂબજ સુંદર અને સંપૂર્ણ રીતે આપ્યો છે તે બદલ પણ અભિનંદન. હું તો નિવૃત છું અને પુસ્તકો વાંચવાનો અને વસાવવાનો પણ શોખ છે. ગુજરાતી સાહિત્યના જૂના અને નવા લગભગ તમામે તમામ લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોના પુસતકો મેં વસાવેલા છે અને આજે પણ વસાવતો રહુ છું. અલબત્ત હાલમાં ચાલી રહેલા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાની ગાંડી ઘેલછા મને ઘણી વાર મનમાં સવાલ પેદા કરે છે કે આ તમામ વસાવેલા પુસ્તકો મારી વિદાય પછી કોણ વાંચશે અને એટલે ક્યારે ક નવા પુસ્તકો ખરીદવા મન પાછું પડે છે પણ પુસ્તકો વાંચવાની અને વસાવવાની ટેવે ખરીદાતા રહે છે. wordpressદ્વારા શરૂ થયેલ ગુજરાતી બ્લોગની સુવિધાએ મને પણ બ્લોગ બનાવા પ્રેયો અને લખતો પણ કર્યો. આપ મારા બ્લોગની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો. આભાર અને અભિનંદન્ લખતા રહેશો.ફરી મળીશુ.
  મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિંદ

 35. Very thoughtfully crafted blog. I liked especially the categories and range of subjects that you have chosen to offer. starting from mane gamata pustako to hazal.
  My wife also practices reiki. Best wishes from both of us to you.

 36. Hello Heena, Glad to be on your page, splendid work. Aapdi to jhuni Odhkhan, khub saras and amulya vinela moti tapkavi ne gujarat ni shobha vadhavi che. My Promise mujhab, avish tyare chokas malish. “Aa to vidhi na lekh, ek na thaya, ne thaya be na ek”. Wish you best in all your future endeavours. Jai Shri Krshna.

 37. Heena Parekh (manmaujee),

  Visited your site just by chance..while I was surfing net without any purpose or any specific subject in mind. I hit your site by Google….Gujarati language.
  Your own ‘paricahy’ is excellent. you are doing an excellent service by producing the blog in Gujarati. Your selectiions and sections and information are very good. I wonder how you get all this time??
  Makrand Dave’s two liner ” Gamtu male to ala……………..gulaal” is excellent.
  Keep up your work….start creating your own literature.

  Mahesh Shah

 38. Respected Hinaben,
  I read your blog heenaparekh.wordpress.com
  Good Work…

  દીપમોતી મેગેઝીનનાં તમામ અંકો ગુજર।તીમાં PDF File Formatમાં આપવામાં આવેલા છે. બધા અંક આ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે.
  દીપમોતી મેગેઝીનની વેબસાઈટ લીંકઃ
  http://sites.google.com/site/dipmoti

  આશા રાખું છું કે આપને દીપમોતીનાં અંકો ગમશે અને તમારા જ્ઞાનમાં વધારો કરશે. આપ આપનાં પ્રતિભાવો મારા ઇ-મેઇલ પર મોકલી શકો છો. મને ગમશે.

 39. i read your MORPICHH.me is also osho lover.i have attended osho shibir.i like to read gujarati literature.please intimate when osho shibir held in gujarat. i appreciate your efforts.

 40. simply wonderful ! just read your ” Parichay ”. it is quite inspiring and informative as well. wish you all the best my sister.

 41. હિનાજી,

  નમસ્કાર.

  આપના બ્લોકની સફરે અનાયાસે જ આવી જવાયું….

  અદભૂત આનંદની અનુભૂતી થઈ એમ કહેવું વધારે પડતું નહીં લાગે…

  કારણ કે, આપના બ્લોગની મુલાકાતને પગલે વર્ષો પહેલાં મરી ચૂકેલા મારા માંહ્યલાને ઢંઢોળ્યો છે…..

  જે સાહિત્ય.. જે કાવ્ય-કાલ્પનિક દુનિયા… …
  … વગેરે… વગેરે… ….. …..

  ઠીક છે આ બધું….
  આ બધું….
  બધું….

  કાવ્ય-સાહિત્યની દુનિયાથી બહાર જરા ડોકીયું કરીએ છીએ તો…..
  તો….
  તો…
  બિહામણી વાસ્તવિકતા…
  નજર સામે ઊભી હોય છે…
  ………………………………………..
  તેનો સામનો કરવો સહેલ નથી….

  ………….
  બસ તેથી જ …
  ………….
  સામનો કરવાના ભયથી…
  કે…
  વાસ્તવિક દુનિયાને વિસરીને…
  સ્વપ્નોની દુનિયામાં રાચવાની વૃત્તિને પોષવા…
  કદાચ…….. કાવ્ય-કૃતિ..
  એક બહાનું ન હોય?!


  કલ્પના અને વાસ્તવને બાપે માર્યાં વેર છે….

  કોઈ પણ જાતના બોજ વગર જીવતા લોકો…
  શ્રેષ્ઠ કાવ્યો-સાહિત્ય આપે છે…
  જો તેમના ઉપર આપણી જેમ જ અઢળક જવાબદારીનો બોજો હોત તો ?………….
  ……..
  કોઈ જવાબ નથી…..
  અને આ વાસ્તવિકતાનું ભાન…
  માથા ઉપર જવાબદારીનો પહાડ આવ્યા વગર…ટ
  નથી થતું….
  ……
  ….
  ..
  .
  શું આપણે વાસ્તવમાં જીવીશું ……….

  કે….

  કલ્પનાની રમ્ય સૃષ્ટિમાં…
  સમાઈ જઈને….
  આપણી સામાજિક-આર્થિક જવાબદારીઓથી…
  કળપૂર્વક છટકી જઈશું…?!!…
  …………….
  ………………….
  …………………………
  ………………………………
  કદાચ …………………
  જવાબ કોઈની પાસે નથી……..
  અસ્તુ……

  જયેશ પટેલ.

 42. Tamaro profile joi ne em thay ke kharekhar pustako ni aatli moti library ho vi te aaj na jamana maa gaurav leva jevi babat che. Gunvant shah sachu kahe che ke je na ghar maa aath dash sara pustako na hoi, te na ghar maa tamari Dikari paranaavavi nahi. Keep it up

 43. હિનાબેન,
  વેબ પર ગુજરાતી જોઇ ખુબ આનન્દ થાય છે. આપની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી હાર્દિક શુભકામના
  virendra Soni
  Rajkot.
  heena ben 1 book nu name apu chu chandrakant 3 bhag che rede karsho

 44. હિના પારેખ “મનમૌજી”

  જુદા જુદા ગુજરાતી બ્લોગ્સ જોતા અને માણતા “મોરપીંછ” હાથ લાગ્યું. સાહિત્ય સાથે આધ્યાત્મિક
  પ્રવૃતિ આવકારદાયક હોય છે.

  તમારી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છા!

  દિનેશ પંડ્યા

 45. Respected Heenaben,
  I am Dr. Bhavin Upadhyaya.
  I came across your blog / poems accidentally and find it very interesting.
  I am a Neurologist in Baroda.
  Keep Sending mails…..
  Thanks for all the poems…….
  Bhavin

 46. Apni mahiti thi vakef thai ek veet apne hu karu, Shri Chandrakant Baxi ni books no thodo abhyas karasho, Patrakar no abhayas karyo che to thoda kranti-kari vicharo ne jagat same lavasho. Aje apni jarror che.
  Abhar, Take me +tive,
  sanjay/5.th sept 2009

 47. હિનાદીદી,

  તમારો પરિચય તમારા આત્માની સુંદરતા પ્રગટ કરે છે. બિલકુલ નાના બાળક જેવી રજૂઆત, સહજ અને સરળ. ન કોઈ આડંબર, ન કૃત્રિમતા.

  તમારૂં અધ્યાત્મ પણ આંટીઘૂંટી વગરનું છે. પરિચયમાં ઉલ્લેખેલા આધ્યાત્મિક સિતારાઓનાં નામો જોતાં જ એ સ્પષ્ટ થાય છે. મંત્રદીક્ષા ભલે ગમે ત્યાં લીધી હોય, પણ તમારો પરિચય વાંચતાં એવું લાગે છે કે કોઈ સંપ્રદાયમાં હોવા છતાં તમે સંપ્રદાયથી મુક્ત છો.
  … અને આ બહુ જ અઘરૂં છે.

  સાહિત્ય, અધ્યાત્મયાત્રામાં અને અધ્યાત્મ, સાહિત્યયાત્રામાં તમને વધુને વધુ આગળ લઈ જનાર બને એ ભાવના સહ, ‘શુભાસ્તે સન્તુ પન્થાનઃ’

  શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર

 48. Jay Mataji First of all to Heena,

  It is really great pleasure to read about and have a wonderful time spent on your site.

  Appreciate your great job for sahitya.

  Keep it up, best wishes to you n your creative team.

  Prakash GADHAVI

 49. હિના
  બ્લોગ સુંદર છે. તમારો પરિચય વાચવાનું ગમ્યું. અધ્યાત્મ સાથે જોડયેલી વ્યક્તિ બીજા કરતા અલગ હોય છે. એમની પોતાની એક અલગ વિચારધારા હોય છે.
  કીર્તિદા

 50. “મનમૌજી” હિના પારેખ તમરો બ્લોગ “મોરપીંછ” વાંચ્યો “અદભૂત” લાગ્યો
  પ્રોમીસ હવે નિયમિત “મોરપીંછ” ના દર્શન કરીશ.

 51. બહુ વખતથી,
  તમારા મોરપીંછ સુધી પહોચવું હતું..પણ એક ય બીજા કારણે એમ નહોતું થઇ શકતું…
  આજે સ્પર્શ્યા અને………
  તમારો બ્લોગ અને તમારો પરિચય આપવાની કળા બને ગમ્યા!
  તમારા બ્લોગ પર અમારી શાળાના બ્લોગની લીંક (http://nvndsr.blogspot.com) મૂકી શકાય?
  તેનાથી ગુજરાતની એક સરકારી શાળાની પ્રવૃતિઓને વધુ વિવેચકો મળી શકે !
  તમારો જવાબ મને ગમશે!

 52. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  તમારો બ્લોગ અને તમારો પરિચય આપવાની કળા અદભુત છે.

  આપને જણાવતા આનંદ થાય છે કે મારી એક ગુજરાતી સાહીત્ય પર ની વેબસાઈટ બની છે.

  જેમાં કવિતા, ગઝલગુજૅરી, ઇતિહાસ વિશે ની માહીતી, હેરીટેજ ફોટા તેમજ આપના કોઇ અનુભવ ની ગાથા રજુ કરી છે.

  આપ જો આવા કોઈ શોખ ધરાવતા હોવ તો હોય તો આપના નામ સાથે પ્રસ્તુત કરવામાં આવશે.

  આપ ની કોઇ કવિતા કે લેખ હોય તો આપ ના નામ સાથે અમે અમારી વેબ સાઈટ ઉપર પ્રસ્તુત કરી શકીએ? જેના રાઈટસ આપના રહેશે.

  આપ મારો સંપકૅ આ નંબર પર કરી શકો છો – ૯૯૨૪૯૮૨૦૦૪

  Mail ID : kaushal@vinelamoti.com, kaushal_084@yahoo.co.in

 53. “મનમૌજી” હિના પારેખ,
  મને સૌથી વધારે તમારું ઉપનામ ગમ્યું …….!! કદાચ હું પણ તમારી જેમ મૂડી છુ એટલે….!!!
  સાહિત્ય અને આધ્યાત્મ એકબીજાના પુરક છે . જે માણસને સાહિત્યમાં રસ હોય તે ધીમે-ધીમે તે દ્વારા જ આધ્યાત્મિક વાંચન તરફ વળે છે અને રસ વધતા તેના ઊંડાણમાં ઉતરે છે. રેકી મેં પણ સેકન્ડ ડીગ્રી સુધી કરી છે. તમે લખ્યું છે તેમ હું પણ અનુભૂતિની અવેજમાં લખવું ક્યારેય પસંદ નથી કરતી . અંતરની અનુભૂતિ એટલી પ્રબળ હોય કે આપોઆપ શબ્દ રૂપે વહે ત્યારે જ આપોઆપ જે રચાય છે તે મન ની નિકટ હોય છે ….
  આમ જ મળતા રહીશું …
  મૌસમી મકવાણા – ‘સખી’

 54. સાઇટ બનાવીને બહુ સારૂ કામ કર્યુ..
  સાઇટ ખરેખર સરસ છે.
  શુભેચ્છાઓ

 55. નમસ્તે હીનાબહેન,ગમતાનો ગુલાલ કરવાની વાત ગમી.ખુબજ સરસ કામ કરી રહ્યા છો.અભિનદન

 56. શ્રી હિનાબહેન,

  આજે આપના વીશે જાણીને આનંદ થયો. આપની અધ્યાત્મમાં રુચી આપને આત્મ-સાક્ષાત્કાર સુધી પહોંચવામાં મદદરૂપ થાય અને રેકી તથા આપના અન્ય કૌશલ્ય દ્વારા સમાજને ઉપયોગી થઈને સ્વ અને રાષ્ટ્રનું કલ્યાણકાર્ય કરી શકો તેવી શુભેચ્છા.

 57. Respected Heenaben Parekh
  Jay shree Krishna
  Nice Blog, Nice Site and Nice Article Really we have seen a great and extra ordinary personality in you,great poetry ,great philosopher and even great human beings ,first of all Congratulations and best wishes for your excellent future, Once again appreciate your great thoughtfully work for Sahitya

  Regards

  Manisha Joshi
  Heetesh Joshi

 58. ખુબ ખુબ અભિનંદન,હિનાબેન.
  તમારા વિચારો જાણી ને આનંદ અનુભવુ્
  સાહિત્યમાં ઉતરોત્તર પ્રગતિ કરો…..

 59. Resp. Heena ben,
  Receiving your posts daily thru buzz.But today morning i has curiously viisted yor blog.I am verymuch fascinated with your activity and impressed with your profile too.
  Wish you all the Best and wish u a Good Times ahead.

  with highest regards,
  Paresh N Shah
  Ahmedabad

 60. ખુબ સરસ….. મને તો અજાણતા જ સહપ્રવાસી નો મેળાપ થયો….. મને ખુબજ આનંદ થયો તમારા વિશે જાણી ને…….

 61. હું જે હીનાને જાણું છું એ અદ્દ્લો-અદ્દ્લ ઉપર જે પરિચય આપ્યો છે એવી જ છે…એક્દમ સરળ અને નિખાલસ તેમજ આંટીઘૂંટી કે એક પણ ગુંચ વગરના સ્વભાવની માલકિન..
  પ્રિય હીના..તારા બ્લોગ વિશે તો મરે કશું જ કહેવાનું ક્યાં છે..ઓલરેડી બધાં જાણે જ છે અને બહુ બધું લખી ચૂક્યા પણ છે. આ તો મેં મારા મનની વાત કહી અત્યારે બસ..
  સપ્રેમ,
  સ્નેહા પટેલ – અક્ષિતારક

 62. એક સારા બ્લોગ વિશે ઘણું મોડું જાણ્યું તેનો અફસોસ છે, પણ સાથે છેવટે જાણવા મળ્યું તેનો આનંદ છે. એનીવે, આખી વાતમાં તમારી ભાષા ખૂબ અસર કરી ગઈ. ગુજરાતી બ્લોગ જગતમાં ઘણાં બ્લોગ છે, અને અપવાદોને બાદ કરતાં લગભગ તમામે પોતાના વિશે લખ્યું છે, પણ સાચી વાત એ છે કે તમે જે સાદી-સીધી અને સરળ ભાષામાં આટલો વિસ્તારપૂર્વક પરિચય આપ્યો છે એવું ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને ભાષા માટે તમને સલામ…

 63. મુન્ત્ઝીર…મનમૌજી…ટાઈગ્રેસ…
  અઘરા નામ છે અને અઘરું વ્યક્તિત્વ અમારા માટે…!
  આંખો નથી ઓળખી શકતી તમને…
  ધારદાર નજર ની જરૂર પડશે એના માટે…!
  આરપાર ઉતારી શકાય તમારા આત્મા સુધી…
  એવી એક નાવ ની જરૂર પડશે એના માટે…!
  તો કદાચ ઉપરછલ્લો ખ્યાલ પણ આવે…
  ઊંડે ઉતારે એવા એક મરજીવાની જરૂર પડશે એના માટે…!
  કિનારે બેસી ને તો ઝાંઝવા ય હાથ નહિ લાગે…
  મધદરિયે તોફાન સામે લડનાર ની જરૂર પડશે એના માટે…!
  મૃગજળ બહુ છે તમારા સુધી પહોંચવાના રસ્તા માં…
  તરી શકે આખું રણ એવું એક હરણ ની જરૂર પડશે એના માટે…!
  તમારી આંખો બહુ કોરી અને હૃદય સુધી નો રસ્તો બહુ ભીનો છે…
  મારી હથેળી ની છાંયા ના ઝળહળ ની જરૂર પડશે એના માટે…!

   -  ક્રિષ્ના
  
 64. સુંદર તસ્વીર…હૃદય ના તાર ને ઝંકૃત કરી શકે એવી…આમ જ હસતા રહો…ખુબ જ સુંદર લાગો છો…!!!

 65. anayase aaje safar kari—

  hu lekhk nathi pan vachak chu sahityani shokhin manthi music manu chu surfing to karti j rahu chu

  aapni site gami
  abhinadan

  ashalata

 66. Ek Gazal goti rahyo hato ane anayase tamara blog ni mulakat thai. Saras chhe. Aapna aa shokh and karya thi Gujarati Sahitya ni jivadori ma vrudhhi thase. Aaje English na prabhav ma Gujarati marva padi chhe. Aape bhega thai navi pedhine Gujarati lakhta vachta kariye ane Matrubhasha nu ruun ada kariye.

 67. માફ કરજો હિના બહેન,
  મારા થી તમારાં બ્લોગ પર કોમેન્ટ આપવાં માં ઉતાવળ થઇ ગઈ.જ્યારે આ તમારી વેબ સાઇટ ખોલી ને તમારો પરિચય વાંચ્યો તો મને ખ્યાલ આવ્યો.
  હવે તમારં બ્લોગ પર ની મારી કોમેન્ટ ધ્યાનમાં ન લેવા વિનંતી……સોરી
  સાયબર સફર નો તો ઘણો આભાર,કેમકે મેં પણ એનાં થકી જ બ્લોગ વિશ્વ વિશે જાણ્યુ.

 68. હિનાબેન,

  આપણી ભાષા ના સાહિત્ય પરની આપની સાઈટ વાંચી ને ઘણો આનંદ થયો. જ્યારે દુનિયા આખી અંગ્રેજી પાછળ દોડી રહી છે અને એમાં પણ જે પોતાની માતૃભાષા નથી તો શું સમજ પડે. પોતાની માતૃભાષામાં જે કામ તમે કર્યુ છે. તે ધન્યવાદ ને પાત્ર છે. અને મને આનંદ થાય છે. જે મારા જ વલસાડ માં આવી વિભુતી પણ છે.
  ભગવાન તમને લાબું આયુષ્ય આપે અને તમારા બ્લોગ્સ પરથી મને જે મળ્યુ છે તે બીજા ને લાબાં સમય સુધી મળે.

 69. અભિનંદન મનમૌજી બહેન આપના બ્લોગે પ્રથમ સ્થાન મેળવ્યું તે બદલ..આપની ટપાલ વાંચવાની ગમે તેવી છે.

 70. hello mam,

  mane pun thodu yogdan apwanu man thayu chhe,

  hu ek web designer chhu

  mane garva thase jo hu apni ste ne design karis

 71. આપના વિષે વાંચીને ખરેખર ખુબ જ ગમ્યું, લેખકો, વાંચકો અને સમીક્ષકોના પરિચય વાંચવા મને આમ પણ બહુ જ ગમે છે. અને ખાસ જે મૌલિક લખવા વિષેની વાત કરી છે એ ખાસ ગમી… મારે પણ એવું જ છે, કવિતા જાતે જ લખાઈ જાય છે, જયારે કોઈ સબ્જેક્ટ પર લખવાનું કહે ત્યારે ૪-૬ લાઈન્સ થી વધારે નથી લખી શકતો… એ તો ફિલિંગ્સ આવે ત્યારે જ લખાય.
  આપની સાઈટ ગમી, વિઝીટ કરતો રહીશ 🙂

 72. Ek bhavana-sabhar vyakti ne mali ne je anand thay te tamaro blog vanchine thayo. Bau varsh thi ‘Arjun Brhamakshtriya’ no “Badhay thi chuto padi…” kavita kanthasth kari hati te vanchine khoob maja padi. US ma Gujarati sahitya sulabh nathi maltu tethi tamara jevo blog khub amol lage chi. Tamari sarvochha abhipsa safal thay evi prarthana karu.

 73. kundika kapdia ni vat na gami lakhvu e kai jevi tevi vat nathi.but wel come in guju.blog………

 74. heenaben

  tamaru mul
  tamara shresth Mitro
  ane
  Tamara Jivan Vishe Vishtrut Jaanine Aanand Thayo…

  Tamari Sahity ruchi hammesha vikasati Rahe Evi Shubhechchha….

 75. હીનાબહેન,
  સરસ બ્લોગ છે, અભિનંદન અવારનવાર મુલાકાત થશે. આભાર અને શુભેચ્છા આપના બ્લોગ માટે

 76. આજે ..તમારી જેમ “મૂડ”નો આ માણસ પાંચેક કલાક થી આ કોમ્પ્યુટરના નશામાં ધુત્ત!
  અગાઉ , તમારો ‘ મારા વિશે’ વંચાયો આજે ફરીથી ઈચ્છા જાગી. ફરી ફરીને વાગોળવા-મમળાવવામાંય મન ને મઝો આવે… વધુને વાધુ આનંદ બેવડાતો રહે…
  તમને મોકાલવાનું છે તે તો ૨૫% છે …વધ સારું હવે પછી આવશે પૂરતો પરિચય મળે…શેરિંગ મજબૂત થાય… પારસ્પરિક ટ્રસ્ટ-વિશ્વાસ સ્થિર થાય…ઘણો સંઘરો થયો…હવે ફક્ત મેક્ષિમમ્ ” અનુભૂતિ-મ્હાણ “ના લ્હાવા લેવા છે. ઈચ્છા છે. જીવંત લાગુ છું, હું મને…!ઈચ્છિત-ઈપ્સિત મનોગત ઝંખના પૂરી થયા વિના રહે જ નહિ!!!એવો સ્વાનુભવે મારો વિશ્વાસ દૃઢ થતો રહ્યો છે.-લા’કાન્ત…/ ૨૮-૯-૧૨

 77. mam your thoughts always awake new energy keep it up i m first time read your blog very effective write your blog i like u. thanks

 78. ખૂબ સરસ!!
  અદ્યાત્મ બધી વાત નો પાયો છે.
  -સંજય ચૌહાણ

 79. માનનિય ‘મનમૌજી’
  આપના ‘મોરપીંચ્છ’ની ઘણા વખત પછી મુલાકાત લીધી. વૈવિધ્ય સભર રસભરી સાહિત્યિક સામગ્રી વાંચી ખૂબજ આનંદ થયો. વળી તમારી અંગત વાતો અને અભિપ્રાય વાંચ્યા અને એક અનન્ય સાહિત્ય રસિક વ્યક્તિનો પરિચય થયો! અભિનંદન!

 80. Happy to read your introduction. It is really good to give priority to feel, to live truthfully following the inner will and to make secondary the creativity. Very Good. I happily salute.

  • હિનાબેન,
   જય હો
   ઘણે વખતે સંપર્ક !
   ઠીક હશો…નામ-સ્મરણ નો મહિમા છે જ .
   “હે આત્મન ,

   તું મારો આયનો છે, “પુષ્પા”, મારા ખુશીના વાનાં ક્યાં છે છાનાં?
   એના ન હોય કરાર કોઈ ,દીધું, કર્યું, માણ્યું એ જ આનંદ-વાનાં !
   સદનસીબી છે,મારી કે તુજ સુધી પહોંચવા શબ્દો મળ્યા મઝાના,
   ઉજાળ્યો છે, સમૃદ્ધ કર્યો છે, મને અનેક રીતે, ‘ઑ’ જાન-એ-જાના’,
   આ જે ચમક છે,મારા અનોખા વ્યક્તિત્વની,છે તારા જ કારનામા,
   ખુદને તપાવી, કથીરમાંથી સુવર્ણ-મુદ્રા ઉપસાવી,’જાન-એ-જાના’.
   જ્યારથી સંબંધાયો સંગ તુજ , ભાળું સઘળે તું, તું ને તું જ જાના,
   તું આવીને વસી તો જો , આ આહલાદક અજબગજબ માહોલમાં,
   “હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો, હવે ક્ષણે ક્ષણમાં.
   છુટ્ટા છેડાનો અનંત વ્યાપ, પ્રસરતો રહ્યો, તો પમાયું ક્ષણમાત્રમાં ”

   -લા’કાન્ત / ૨૮-૬-૧૩

 81. myself…not a blogger..just was going thru some gujarati’s Rachnas from famous poets n sahityakars..n read yr’s post on FB @ my friend’s fb a/c..yr posts are very selectuive n heart touching….n also wondering how you might be going thru all the messages here ?/n do u have time to reply n satisfy them accordingly ..?? ..if yes ..then I will also be receiving yr response on my sent message one day…!!!!

 82. Hinaben: This is my first introduction to Gujarati Blogger and your blog. I am proud of you as a fellow soni samaj member and now realized that such a talent exist in our community. education in commenrce, working in a hospital caring people and interest in Gujarat Sahitya…What a beautiful contrast. Reading your creation, I feel that you have the right aptitude and nature to write on Gujarati literature. Thanks for your blog and hope to meet you personally when I am in Valsad/Navsari.

 83. “લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. ” હિનાબેન, સાવ સાચી વાત છે. મહદ અંશે મૌલિક સર્જન માટે આ બહુ અગત્યનું છે.

  કિશોર.

 84. Jai Mataji Hinaben Sahitya gamme , etle gamata nau gulal , Valsaad na etle vahalapni varsaad tau rehavaani .khub sunder kraya karo anne karta ja raho … khub khub abhinadanan ne shubhesha.

 85. આજે અનયાસે આપ ના બ્લોગ નિ મુલાકત લિધિ આમ તો કેવાની જરુર નહ્તિ છતા કવ છુ ખુબ સરસ બ્લોગ છે મેમ્ આપ ની લખવાની શૈલી ગમતા નો ગુલાલ… ગમ્યુ
  ખાસ તો મને આપ ની આધ્યત્મ પ્ર્ત્યે નિ રુચિ ગમી સ્વમિ વિવેકનન્દ, દયાનન્દ સરસ્વતિ, શ્રી રામ્ ક્રિશ્ન પરમહંસ્ ખાસ કરી ને શ્રી માતજી અને શ્રી અર્વિન્દ ના વિચારો થી ઘણી પ્રેરિત અને શ્રી મોરરિબાપુ ને તો હુ મારા ગુરુ જ ગણુ છુ. આપને ખુબ ખુબ અભિનન્દન .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.