આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

આંસુને  પી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી

તમને  ભૂલી  જવાના  પ્રયત્નોમાં આજકાલ

તમને  ભૂલી  ગયો છું મને ખ્યાલ પણ નથી

મારું  સ્વમાન  રક્ષવા  જાતાં  કદી  કદી-

હું  કરગરી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

કંટકની  માવજતમાં  અચાનક  ઘણી વખત

ફૂલો  સુધી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

વાતાવરણમાં  ભાર  છે  મિત્રોના  મૌનનો

હું  શું  કહી  ગયો છું મને ખ્યાલ પણ નથી

 

 

( હરીન્દ્ર દવે )

2 thoughts on “આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

  1. હરીન્દ્ર દવે પરંપરાના ગઝલકાર એમની આ ઘણીજ સરસ ગઝલ
    મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી-

    હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી
    મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી-

    હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી
    જયહીંદ ઓડોટોરેયમ મુંબઇમાં એમના સ્વ્મુખે સાંભળેલી

    Like

  2. હરીન્દ્ર દવે પરંપરાના ગઝલકાર એમની આ ઘણીજ સરસ ગઝલ
    મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી-

    હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી
    મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી-

    હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી
    જયહીંદ ઓડોટોરેયમ મુંબઇમાં એમના સ્વ્મુખે સાંભળેલી

    Like

Leave a comment