મંઝિલની હજી દૂરી છે – નિલેશ રાણા

માર હલેસાં જીવનને, મંઝિલની હજી દૂરી છે

શ્વાસોમાં વહાલપ બાકી કે ઈશ્વરની મજબૂરી છે

હોય ઉષા કે સંધ્યા, દિશા ભલે ઉત્તર દક્ષિણ

બિન્દાસ્ત બની તું જીવી લે જે ક્ષણો બની સિંદૂરી છે

મંદિરની મૂરતમાં જ્ઞાની શોધે તું કોની સૂરતને

ખુદની ઓળખ માટે સિર્ફ દર્પણનું હોવું જરૂરી છે

તોડી દે મયખાનું આજે, સાથે જામ સુરાહીને

શરાબને લત લાગી મારી, મારી જ સંગત બૂરી છે

પ્રતિબિંબ આપે છે વર્ષોથી એક સંદેશો આંખોને

સમજો તો છીએ નીકટ ઘણાં નહીં તો જોજનોની દૂરી છે

( નિલેશ રાણા )

4 thoughts on “મંઝિલની હજી દૂરી છે – નિલેશ રાણા

Leave a comment