ખુલ્લું ખાલીખમ – એષા દાદાવાળા

ખુલ્લું ખાલીખમ આકાશ,

ફીક્કો પડી ગયેલો ચંદ્ર,

એકલાં-અટૂલાં તારાઓ,

બાલ્કનીમાં ડોકિયું કરતાં વૃક્ષની ડાળી પરથી

ખરું ખરું થતાં પર્ણો,

અધખૂલી આંખોનાં કોઈક ખૂણે

ચમકવા મથતા અશ્રુઓની મથામણ,

મારી કવિતાની ખુલ્લી પડેલી ડાયરી,

કોરાં પાનાં,

અનેક જનમેદની વચ્ચે તદન એકલો દરિયો,

એનાં ઉછાળાં મારતાં મોજાં,

ને કૂંડામાં ઉગેલું તને ગમતું ગુલાબનું ફુલ,

આ બધાંના સથવારે,

રોજ વિતાવું છું,

તારા વગરની ઉદાસ સાંજ….!

( એષા દાદાવાળા )

6 thoughts on “ખુલ્લું ખાલીખમ – એષા દાદાવાળા

  1. પ્રિયજન વિનાંની સાંજની ઉદાસીનું સુંદર ચિત્ર.. એષાબહેન સાથે તમને પણ અભિનંદન સુંદર કવિતાની પસંદગી બદલ્

    Like

  2. પ્રિયજન વિનાંની સાંજની ઉદાસીનું સુંદર ચિત્ર.. એષાબહેન સાથે તમને પણ અભિનંદન સુંદર કવિતાની પસંદગી બદલ્

    Like

  3. એષાની કવિતા ખૂબ જ ભાવવાહિ અને ઝંઝોળી નાંખે એવા સ્પાર્કવાળી હોય છે. એષાનાં ગળચટ્ટા અવાજમાં એની રચનાઓ અહીં સાંભળી શકો છો…!

    ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત… ઘણી સુંદર સુંદર રચનાઓ પ્રથમવાર અહીં માણવા મળી. તમે બ્લોગ સુંદર બનાવ્યો છે… હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…!!

    Like

  4. એષાની કવિતા ખૂબ જ ભાવવાહિ અને ઝંઝોળી નાંખે એવા સ્પાર્કવાળી હોય છે. એષાનાં ગળચટ્ટા અવાજમાં એની રચનાઓ અહીં સાંભળી શકો છો…!

    ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત… ઘણી સુંદર સુંદર રચનાઓ પ્રથમવાર અહીં માણવા મળી. તમે બ્લોગ સુંદર બનાવ્યો છે… હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…!!

    Like

Leave a comment