આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

1122

1131

હંમેશા શક્ય છે-કિરણ બેદી, અનુવાદ: હરેશ ધોળકિયા

અનુવાદક શ્રી હરેશ ધોળકિયાની કેફિયત

  

આ અદ્દભુત પુસ્તક છે. ભયાનક પરિસ્થિતિમાં અને જ્યારે ખુદ સરકાર અને વહીવટ જ વિરુદ્ધ હોય ત્યારે પણ હિંમત, ધૈર્ય અને ઊંડી શ્રદ્ધા સાથે કામ કેમ કરાય અને પ્રતિકૂળતાને સફળતામાં કેમ ફેરવી શકાય તેનો પુરાવો એટલે આ પુસ્તક. આ પુસ્તકમાં કિરણ બેદીએ જે નિશ્ચયાત્મકતા અને પ્રતિબદ્ધતાથી કામ કર્યું, સમાજનો સહકાર લીધો, કેદીઓના જીવનને જે રીતે પરિવર્તિત કર્યા અને જેલને આશ્રમમાં પલટાવી નાંખી, તે વાંચીએ ત્યારે કલ્પનાતીત જ લાગે અને છતાં તેને તેમણે શક્ય બનાવ્યું.

  

એક વ્યક્તિ સો ટકા પ્રતિબદ્ધતાથી કામ કરે તો સમગ્ર પર્યાવરણ (જૂની ભાષામાં ભગવાન) તેની પડખે ઊભે છે. તેવો inter connectednessનો સિદ્ધાંત આ પુસ્તક વાસ્તવિક રીતે પ્રતિપાદિત કરે છે.

  

આ પુસ્તકને એક મેનેજમેન્ટના પુસ્તક તરીકે પણ જોવાની જરૂર છે. વ્યક્તિગત અને ટીમ મેનેજમેન્ટ કેવાં પરિણામો લાવી શકે છે તે અહીં પાને પાને જોવા મળે છે. સામાન્ય દેખાતો સ્ટાફ પણ કિરણ બેદીની પ્રતિબદ્ધતાથી કેમ ઉમદા સ્ટાફ બન્યો તે જોવા મળે છે. નેતૃત્વના બધા જ ગુણોનો અભ્યાસ કરી શકાય છે. તે જ રીતે સમાજની ભાગીદારી કેમ લઈ શકાય અને કઈ હદે તે મળી શકે તે પણ અહીં જોવા મળે છે. કિરણ બેદીની બહુપરિમાણી સિદ્ધિઓ દેખાય છે જે વાચકને પણ પ્રોત્સાહિત કરે છે.

 

(હરેશ ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ-૩૭૦૦૦૧. ફોન ૦૨૮૩૨-૨૨૭૯૪૬)

 

હંમેશા શક્ય છે-કિરણ બેદી, અનુવાદ: હરેશ ધોળકિયા 

પ્રકાશક: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૧૭૫.૦૦