|
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
|
1 |
શંકનીય |
બીકણ. |
ગાંધીજી બાળપણમાં ઘણાં શંકનીય હતા |
|
2 |
શંખધર |
વિષ્ણુ. સમુદ્ર. શંખ ધારણ કરનાર. |
શંખધર શેષશૈયા પર પોઢે છે. |
|
3 |
શંખધ્મા |
શંખ ફૂંકનાર. |
શંખધ્મા શંખ ફૂંકે પછી જ યુધ્ધની શરૂઆત થતી. |
|
4 |
શંખપાલ |
આકડાનો છોડ. |
હનુમાનજીને દર શનિવારે શંખપાલ ચઢાવવામાં આવે છે. |
|
5 |
શંયુ |
ભલું. |
આપ સૌનું શંયુ થજો. |
|
6 |
શંસનીય |
પ્રશંસનીય. |
એક કીડનીનું દાન કરી એણે એક વ્યક્તિનો જીવ બચાવી શંસનીય કામ કર્યું. |
|
7 |
શંસા |
આકાંક્ષા; ઇચ્છા. વખાણ. વચન; બોલ; બોલવું તે; કહેવું તે. |
આગળ વધવાની શંસા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ. |
|
8 |
શંસિત |
દુષિત. નિશ્ચિત. મારી નાખેલ. વખણાયેલું; પ્રશંસા પામેલું; પ્રશંસિત |
જિંદગીમાં એક વાર તો એવરેસ્ટ શિખરને સર કરવું એ બચેન્દ્રી પાલે મનમાં શંસિત કરી નાંખ્યું હતું. |
|
9 |
શંસ્ય |
કહેવા યોગ્ય. મારવા લાયક. |
નજીકના મિત્રોને શંસ્ય વાતો કહીને હ્રદયને હળવું કરવું જરૂરી છે. |
|
10 |
શઈ |
શાહી; રુશનાઈ. સહી; હસ્તાક્ષર. |
ઈન્ડીપેનમાં શઈ ભરીને લખવાની મજા જ કંઈ અલગ. |
|
11 |
શક |
ઘૂવડ. |
રાત્રે અંધારામાં પણ શક જોઈ શકે છે. |
|
12 |
શક્તામ્લમિતિખટાશ |
માપવાની ક્રિયા. |
દુકાનમાં બેસીને વેપારી આખો દિવસ કાપડને શક્તામ્લમિતિખટાશ કર્યા કરતો. |
|
13 |
શક્તિક્ષીણતા |
કમજોરી; શરીરની નબળાઈ. |
શરીરમાં એટલી બધી શક્તિક્ષીણતા આવી ગઈ હતી કે એનાથી પલંગમાંથી ઉભા પણ ન્હોતું થવાતું. |
|
14 |
શક્તિધર |
તાકાતવાળું; બળવાન. |
શક્તિધરની સામે નબળો માણસ કેવી રીતે ટકી શકે? |
|
15 |
શણવટ |
શણગાર |
શણવટ કરીને એ પ્રિયતમની રાહ જોવા લાગી. |
|
16 |
શતક |
સર્ગ; પર્વ. |
મહાભારતમાં કેટલા શતક છે તે કોઈ જાણકારને ખબર હશે. |
|
17 |
શતકોટિ |
હીરો., અબજ; સો કરોડની સંખ્યા; ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ વજ્ર; પવિ; કુલિશ; અશનિ |
જેણે ભારતની ધરતી કાજે શહીદી વ્હોરી તેવા તમામ સૈનિકોને શતકોટિ વંદન. |
|
18 |
શબ્દગ્રહ |
કાન; શ્રોત્રેંદ્રિય. |
સત્સંગમાં જઈએ ત્યારે શબ્દગ્રહ સતેજ રાખવા જોઈએ. |
|
19 |
શબ્દાંગ |
અક્ષર; વર્ણ. |
બાળમંદિરમાં સ્લેટ પર શબ્દાંગ ઘૂંટાવવામાં આવતા. |
|
20 |
શયતાન |
તોફાની માણસ; મસ્તીખોર ઇસમ. દુશ્મન. ધૂર્ત માણસ; કપટી માણસ; બદમાશ; શેતાન. રાક્ષસ; દૈત્ય. |
બાઈબલમાં શયતાનનો ઉલ્લેખ છે. |
|
21 |
શયતાનિયત |
ધૂર્તતા; કપટ; શયતાનપણું; બદમાશી; લુચ્ચાઇમસ્તી; તોફાન. |
નજીકના સંબંધોમાં શયતાનિયત ન કરવી જોઈએ. |
|
22 |
શર્વાણી |
પાર્વતી; શિવા; ભવાની; દુર્ગાદેવી. તેની મૂર્તિ કન્યાશ્રમ નામના પીઠસ્થાનમાં છે. |
ભગવાન શંકર મા શર્વાણી સાથે કૈલાસમાં બિરાજમાન છે. |
|
23 |
શર્વું |
ચતુર; ચેતી જાય તેવું; ચંચળ |
હરણ બહુ શર્વું હોય છે. |
|
24 |
શરપતન . |
બાણોનો વરસાદ; શરવૃષ્ટિ |
રાવણની સામે રામે શરપતન કર્યો. |
|
25 |
શબલિતા |
માયા |
જગત પ્રત્યે મોહ અને શબલિતા રાખવી વ્યર્થ છે. |
|
26 |
શબિસ્તાન |
શયનગૃહ; સૂવાનો ઓરડો |
રાજાઓના શબિસ્તાનો આલિશાન હતાં. |
|
27 |
શબવ્યવચ્છેદ |
મરી ગયેલ માણસની કાપકૂપ કરવી તે; મુડદાંને ચીરવું તે; પોસ્ટમોરટમ |
કોઈ વ્યક્તિનું ખૂન થાય કે અકસ્માતે મરે તો શબવ્યચ્છેદ કરાવવું આવશ્યક છે. |
|
28 |
શબવાહના |
ચામુંડા દેવી |
ચોટીલામાં ડુંગર ઉપર શબવાહનાનું મંદિર છે. |
|
29 |
શુલ્બ |
તાંબું. |
રાત્રે શુલ્બના લોટામાં પાણી ભરી રાખીને સવારે નરણા કોઠે તે પીવું જોઈએ. |
|
30 |
શુશ્રૂ |
માતા. |
શુશ્રૂ વિના સંસાર અધૂરો છે. |
|
31 |
શાકટમ |
જથ્થાબંધ |
કોઈ પણ વસ્તુ શાકટમ ખરીદો તો સસ્તી જ પડે. |
|
32 |
શાકપીઠ |
શાકનું બજાર. |
ગામડેથી શાક લઈને શાકપીઠમાં વેચવા આવે. |
|
33 |
શકવી |
હંસલી. |
હંસ અને શકવીનું જોડું અજોડ છે. |
|
34 |
શકુંતિ |
પક્ષી. |
તે શકુંતિની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો. |
|
35 |
શકુનવંતું |
શુભ |
ઘરથી નીકળ્યા હોઈએ અને સામે ગાય મળે તો તે શકુનવંતું કહેવાય. |
|
36 |
શકુંત |
ગીધ પક્ષી. |
યુધ્ધ સમાપ્ત થયા પછી શકુંતે યુધ્ધભુમિ પર ચકરાવા લેવા માંડ્યા. |
|
37 |
શયદા |
પ્રેમઘેલું. |
પત્નીના પ્રેમમાં શયદા બની ગયો. |
|
38 |
શયથ |
અજગર |
ખેતરમાંથી અચાનક શયથ નીકળ્યો અને બધાં ગભરાઈ ગયા. |
|
39 |
શિશિરગિરિ |
હિમાલય |
કાકા કાલેલકરે શિશિરગિરિની યાત્રા કરી અને યાત્રા વિશે પુસ્તક લખ્યું. |
|
40 |
શિશિકર |
ચંદ્ર |
પૂનમની રાત્રે શિશિકરની ચાંદનીમાં તાજ મહાલને નીરખવો એ એક લ્હાવો છે. |
|
41 |
શીલધારી |
સુંદર સ્વભાવવાળું. |
પત્ની શીલધારી હતી એટલે સંસાર સાંગોપાંગ ઉતરી ગયો. |
|
42 |
શીશીયારી |
દુઃખની ચીસ. |
સાસરામાં એની શીશીયારી સાંભળવાવાળું કોઈ ન્હોતું. |
|
43 |
શીષડી |
શિખામણ |
કોઈને શીષડી આપવી ઘણી સહેલી પણ જાતે તેના પર અમલ કરવું ઘણું કઠિન છે. |
|
44 |
શીહ |
ટાઢ |
શીહ પડતી હોય ત્યારે જલ્દી ઉઠવાનું મન નથી થતું. |
|
45 |
શીળે |
છાંયે. |
સૂરજ આગ ઓક્તો હોય ત્યારે વટેમાર્ગુઓ ઝાડના શીળે બેસે છે. |
|
46 |
શીભ્ય |
બળદ |
એની પાસે મિલકતમાં થોડી ગાયો હતી અને થોડા શીભ્ય હતાં. |
|
47 |
શીરખુર્દા |
ધાવતું. |
બાળક મા પાસે શીરખુર્દા હતું. |
|
48 |
શીવરી |
પુત્રી; દીકરી |
શીવરી ભૃણ હત્યા રોકવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે કાર્યક્રમો કર્યા તેનાથી સમાજમાં એ બાબતે ઘણી જાગૃતિ આવી. |
|
49 |
શીવાહિઝવાન |
મીઠી જીભવાળું. |
એ એટલી બધી શીવહિઝવાન હતી કે બધા એની વાતોમાં આવી જતાં. |
|
50 |
શીલ્ડ |
ચામડું. |
ઋષિમુનિઓ વાઘના શીલ્ડ પર બેસે છે. |
|
51 |
શૌંડ |
કૂકડો. |
શૌંડ બાંગ પોકારે એટલે સમજવું કે સવાર થઈ. |
bhagavadgomandal vaanchavani mazaa padi?
ghanaa nava shabdo janava malya
abhaar
LikeLike
bhagavadgomandal vaanchavani mazaa padi?
ghanaa nava shabdo janava malya
abhaar
LikeLike
KHUB SARAS. GHANA NAVA SHABDO NO KHARO ARTH JANVA MALYO.
LikeLike
KHUB SARAS. GHANA NAVA SHABDO NO KHARO ARTH JANVA MALYO.
LikeLike
bahuj saras,,,,gujarati howa chhataye amuk
shabdo ni khabar na hati,,,khubaj jaanwa malyu.
LikeLike
bahuj saras,,,,gujarati howa chhataye amuk
shabdo ni khabar na hati,,,khubaj jaanwa malyu.
LikeLike
you are working soo much hard …. !!
good efforts !
LikeLike
you are working soo much hard …. !!
good efforts !
LikeLike
i think u r so great reader…..
thank’s a lot….
mayur baxi
LikeLike
i think u r so great reader…..
thank’s a lot….
mayur baxi
LikeLike