શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-“એ”
શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી અંગે શ્રી કાંતિભાઈ કરશાળા સાથે વાતચીત કરતાં તેમણે મને સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓને પણ આમાં સામેલ કરવા જણાવ્યું. બીજા વિદ્યાર્થીઓને શોધવાનું તો શક્ય બન્યું નહીં. પણ રજાઓમાં મારી ઘરે આવેલા મારી બેનના દીકરાઓને આ કામમાં સામેલ કરવાનું શક્ય બન્યું. શબ્દસ્પર્ધાની આજની પૂર્વ તૈયારીમાં મારા ભાણિયા આશ્લેષ કે. પારેખે પણ મદદ કરી છે. આશ્લેષ વડોદરામાં અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. અને તેણે ધોરણ-૬ની પરીક્ષા આપી છે. એની શાળામાં ગુજરાતી વ્યાકરણનો અલગ વિષય શીખવવામાં આવે છે તેથી એને વાક્ય બનાવવામાં ઘણી મજા પડી.
શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-“એ”
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
1 |
એંકાર |
અહંકાર; ગર્વ; અભિમાન. |
આપણે જીવનમાં એંકાર રાખવો જોઈએ નહીં. |
2 |
એંખલાસ |
અતિશય મેળાપ; પરમ મિત્રતા. |
અમારા શહેરમાં હિન્દુ-મુસલમાન એંખલાસથી રહે છે. |
3 |
એંચ |
અછત; ખામી. |
ભવિષ્યમાં પાણીની એંચ પડશે જ. |
4 |
એંચંએંચા |
ખેંચાખેંચી |
નેતાઓ ખુરશી માટે એંચંએંચા કરે છે. |
5 |
એંચણો |
હરણ. |
એંચણોને પકડવા રામ વનમાં ગયા. |
6 |
એંટદાર |
એંટવાળું. |
એના એંટદાર સ્વભાવને કારણે એને કોઈ સાથે બનતું ન્હોતું. |
7 |
એબ |
ખોડ; ખામી. |
દરેક માણસ પોતાની એબ ખૂલ્લી ન પડી જાય તે બાબતે સાવધાન રહે છે. |
8 |
એંઠવાડ |
એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ. |
લગ્નપ્રસંગે વધેલો એંઠવાડ ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. |
9 |
એંડીગેંડી |
વડોદરા તરફ રમાતી એ નામની એક રમત |
વડોદરાના બાળકોને એંડીગેંડી ની રમત ખૂબ ગમે છે. |
10 |
એંડુ |
કળશ. |
પૂજા સામગ્રીમાં એંડુ ની જરૂર પડ છે. |
11 |
એંઢોણી |
ઇંઢોણી; હીંઢોણી. |
એંઢોણી પર બેડું મૂકીને પનિહારી કૂવે પાણી ભરવા જાય છે. |
12 |
એંધણાં |
બળતણ. |
ગામડાની સ્ત્રીઓ સાંજે એંધણાં વીણવા જાય છે. |
13 |
એંધાણી |
નિશાની; ચિહ્ન. |
વરસાદની એંધાણી થતાં જ સજીવસૃષ્ટિ આનંદિત થઈ જાય છે. |
14 |
એંનમેંન |
સરખેસરખું; મળતું આવતું. |
બધું એંનમેંન હોય ત્યાં દીકરીને દેવાય. |
15 |
એઆનત |
મદદ; સહાય. |
કોઈની એઆનત લેવા કરતાં ભૂખથી મરી જવું એણે પસંદ કર્યું. |
16 |
એઈડિયું |
એરંડિયું; દિવેલ. |
માથામાં એઈડિયું લગાવવાથી ઠંડક થાય છે. |
17 |
એકંતરા |
એકાંતરિયો ઉપવાસ. |
જૈન લોકો પર્યુષણમાં એકંતરા ઉપવાસ કરે છે. |
18 |
એકંદરે |
બધું મળીને થયેલું; કુલ. |
એકંદરે આ વર્ષે શિયાળુ પાક સારો થયો. |
19 |
એકક |
અસહાય; મદદ વગરનું. |
પતિના મૃત્યુ પછી રમા એકદમ એકક થઈ ગઈ. |
20 |
એકકપાલી |
એક માથાવાળું. |
રાવણ એકકપાલી નહોતો પણ દશકપાલી હતો. |
21 |
એકકોષી |
એક કોષવાળાં પ્રાણી |
અમીબા, યીસ્ટ અને પેરામિશિયમ એકકોષી સજીવ છે. |
22 |
એકગમ્ય |
પરમાત્મા; એક સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવા પ્રભુ. |
મીરા દ્વારિકામાં એકગમ્યમાં સમાઈ ગઈ. |
23 |
એકચક્રી |
ચક્રવર્તી. |
લંકામાં રાવણનું એકચક્રી શાસન હતું. |
24 |
એકટાણું |
એક વખત જમવાપણું. |
શ્રાવણમાસમાં ઘણાં લોકો એકટાણું કરે છે. |
25 |
એકઠું |
એકત્ર કરેલું; ભેગું |
કીડી કણકણ કરીને અનાજ એકઠું કરે છે. |
26 |
એકડ |
જમીનનું એક માપ |
એની પાસે હજારો એકડ જમીન હતી તો પણ એ સુખી ન્હોતો. |
27 |
એકડબેકડ |
છૂટક છૂટક. |
ઘરનો સામાન એકડબેકડ ન લાવતા સાથે જ લાવવો સારો. |
28 |
એકડેએક |
એકથી સો લગી બોલવા લખવાનો એક આંક |
શિક્ષકે બધા બાળકોને એકડેએક લખવા કહ્યું. |
29 |
એકઢાળિયું |
એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી. |
જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં એકઢાળિયાં ઘરો જોવા મળે છે. |
30 |
એકતંતુ |
એક તારવાળું. |
એકતંતુ વાદ્ય વગાડીને એણે બધાનું મનોરંજન કર્યું. |
31 |
એકતંતે |
લાગુ રહીને; ખંત અને આગ્રહથી. |
વિદ્યાર્થીઓએ એકતંતે અભ્યાસ કરવો જોઈએ. |
32 |
એકતંત્રશાસન |
એકહથ્થુ સત્તાવાળી રાજ્યપદ્ધતિ. |
ચંદ્રગુપ્તએ પોતાના રાજ્યમાં એકતંત્રશાસન સ્થાપ્યું હતું. |
33 |
એકતત્ત્વવાદ |
અદ્વૈતવાદ |
પંડિતો એકતત્ત્વાદની ચર્ચા કલાકો સુધી કર્યા કરતાં. |
34 |
એકતરફ |
એક બાજુએ; એક પક્ષે |
છેવટે બધા લોકો એકતરફ થઈ ગયા. |
35 |
એકતરા |
એકાંતરિયો તાવ. |
મેલેરિયાનો એકતરા તાવ આવે છે. |
36 |
એકતર્ફા |
એકપાક્ષિક; એક બાજુનું. |
એકતર્ફા નિર્ણયો હંમેશા ખોટા હોય છે. |
37 |
એકતા |
અભેદ; સમાનતા |
ભારતની એકતા અને અખંડિતતા જાળવવા જાન આપવો પડે તો પણ તે માટે તૈયાર રહેવું જોઈએ. |
38 |
એકતાન |
એક જ વસ્તુ ઉપર ધ્યાન ચોંટેલું હોય એવું; એકાગ્રચિત્ત |
પંડિત ઓમકારનાથને સાંભળીને એ સંગીતમાં એકતાન થઈ ગયો. |
39 |
એકતીર્થી |
ગુરુભાઈ; સાથે ભણનાર |
આશ્રમમાં કૃષ્ણની સાથે સુદામા એકતીર્થી હતા. |
40 |
એકત્રિત |
સંગ્રહેલું; એકઠું કરેલું. |
મુશ્કેલી આવે ત્યારે એકત્રિત કરેલું ધન કામ આવે છે. |
41 |
એકત્વભાવના |
એકપણાનો ભાવ; સંપની લાગણી. |
ઘરમાં એકત્વભાવનાથી સૌ રહે તો બહારની કોઈ વ્યક્તિ કંઈ બગાડી શકતી નથી. |
42 |
એકદંડિયો |
એક થાંભલા ઉપર ચણેલી મેડી. |
એના એકદંડિયા મહેલમાં કોઈ પ્રવેશી શકતું નહીં |
43 |
એકદંત |
ગણપતિ; ગણેશ |
કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં એકદંતની પૂજા કરવામાં આવે છે. |
44 |
એકદમ |
આ જ વખતે; આ પળે. |
એકદમ સમયસર ટ્રેન ઉપડી ગઈ. |
45 |
એકધારું |
એક જ દિશામાં જતું. |
નદીનું પાણી એકધારું વહ્યા કરે છે. |
46 |
એકનિશ્ચય |
બદલાય નહિ તેવો ઠરાવ; દૃઢ નિશ્ચય. |
એ એક વાર એકનિશ્ચય કરી લે પછી તેને કોઈ બદલી નહીં શકે. |
47 |
એકપત્નીવ્રત |
એક જ પત્ની કરવાનું વ્રત |
રામ એકપત્નીવ્રત ધરવતા હતા. |
48 |
એહતિયાત |
ચેતવણી; સાવધાની. |
સૂરતમાં પૂર આવવાની એહતિયાત આપવામાં આવી હતી. |
49 |
એષણા |
ઇચ્છા |
પ્રથમ નંબર લાવવાની એષણા સૌએ રાખવી જોઈએ. |
50 |
એશઆરામ |
મોજમજા અને નિરાંતનું સુખ; આરામ. |
ખેડૂતો અનાજ તૈયાર થઈ જતાં એશઆરામ કરે છે. |
51 |
એચારી |
ગોર. ધર્મગુરુ |
પ્રમુખસ્વામી મહારાજ સ્વામીનારાયણ સંપ્રદાયના એચારી છે. |
V.V.NICE.
V.V.NICE.