મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
હવે પત્ર લખવાની કળા લગભગ લુપ્ત થઈ ગઈ છે. પણ થોડા વર્ષો પૂર્વેની વાત કરું તો ત્યારે પત્ર લખવાની અને આપણા નામે પત્રો મેળવવાની મજા કંઈક અલગ જ હતી. ત્યારે કવિતા/નવલિકા/નવલકથા વાંચ્યા બાદ કવિ/લેખકને પત્ર લખીને પ્રતિભાવ આપવો પડતો. પણ કવિ/લેખકોના સરનામાં સહેલાઈથી મળતાં ન્હોતા. કારણ કે મોટેભાગના સામાયિકો કે અખબારો સર્જકોના સરનામાં પ્રકાશિત કરતાં ન્હોતા. એકમાત્ર “ગુજરાત”ના દીપોત્સવી અંકમાં સર્જકોના સરનામાં આપવામાં આવતા હતા. અમે “ગુજરાત”ના દીપોત્સવી અંકમાંથી આ તમામ સર્જકોના સરનામાં નોટમાં ઉતારતા અને પછી ગમતાં સર્જકોને પત્રો લખતાં.
હવે સર્જકોને પત્રો લખવામાં તો ભાગ્યે જ કોઈને રસ હોય. પણ રૂબરૂ મળવામાં કે ફોન પર વાત કરવામાં કે ઈ-મેઈલથી સંપર્ક કરવામાં તો ઘણાંને રસ હશે જ. આવા રસિકો માટે “ગુજરાતી સાહિત્યકારકોશ” પ્રગટ થયો છે. જેમાં ગુજરાતીભાષાના સાહિત્યકારો વિશેની માહિતી જેવી કે સાહિત્યકારનું નામ, ઉપનામ, જન્મતારીખ, તેમનું મહત્વનાં ચાર ક્ષેત્રમાં પ્રદાન, સરનામું, ઘર-ઓફિસના ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈ-મેઈલની વિગતો આપવામાં આવી છે. સાહિત્યરસિકોને આ પરિચયકોશ ઘણો ઉપયોગી બનશે.
ગુજરાતી સાહિત્યકારકોશ-સંપાદક ડો. કિરીટ એચ. શુક્લ
પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
પૃષ્ઠ: ૮+૪૦૮=૪૧૬
કિંમત: રૂ. ૨૫.૦૦


હિનાબહેન આપે સુંદર માહિતી પોસ્ટ કરી .આપને અભિનંદન . આપનું કાર્ય ગમ્યું .
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
LikeLike
સરસ કામ કહેવાય…. પત્ર ઉપરથી યાદ આવ્યુ કે ” પ્રિય, તમને ..” આ બુક પણ સારી છે, જયવતી કાજી એ મહાનુભાવોના પત્રોનું સંપાદન કરેલ છે જેમાં પચાસથી વધુ પત્રો સમાવવા આવ્યા છે – રૂકમણિ, કલાપી, ક.મા.મુનશી, મેઘાણી હરીન્દ્ર્ દવે , અમૃતા પ્રીતમ, બૉઝ, નેપોલિયન, બર્નાર્ડ શૉ, સાર્ત્ર, ગાંધીજી, ટાગોર, નેહરુ, ધીરુભાઈ અંબાણી, લિંકન, અને આવા દેશ-વિદેશનાં અલગ અલગ ક્ષેત્રના ઘણી વ્યક્તિઓની અંતરંગ વાતો જાણવા મળે છે.
LikeLike
Shree Heenaben , Pahelato tamone khubah dhanyawaad aapwa ghate karan ke darek maahit
ane je reete prastut karuchho te bahuj pasand aavyu……
Ch@ndra
LikeLike
હિનાબેન આ પુસ્તક પરિચય માટે તમારો આભાર. પણ તમારી એક વાત સાથે હું અડધો સહમત નથી કે પત્ર લખવાની કળા લુપ્ત થઈ ગઈ છે. પત્ર લખવાના માધ્યમ જરૂર બદલાયા છે. આજના કોમ્પુટર યુગમાં ઈમેલ અને બ્લોગ દ્વારા આપણે પત્રો લખતા રહીએ છીએ. તમે પણ આ પત્ર લખીને બ્લોગ દ્વારા બધાને પહોંચાડ્યો છે. ફરી આપનો આભાર.
LikeLike
આવી સરસ માહિતી બદલ આભાર.
LikeLike
સરસ માહિતી.
LikeLike
સરસ માહિતી,
ઘણા સમયે આપના બ્લોગ પર પોસ્ટ જોઈ….
LikeLike
સરસ અને ઉપયોગી માહિતી આપવા માટે ધન્યવાદ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
હિનાબેન,ખુબ માહિતી પ્રદાન પુસ્તકનો આપે પરિચય આપ્યો..અભિનન્દન બ્લોગ પુનઃ પ્રવ્રુત્ત થતા આનંદ..
આપ સાચું લખો કે પત્ર..હવે પત્ર લખવાની કળા લગભગ લુપ્ત થઈ ગઈ છે .નેટની સગવડ થતાય ઘણા નથી લખતાં ઉપરથી જેમતેમ લખી દેતા હોય છે પણ પત્રની જે મજા હતી તે ટેકનોલોજીએ તોડી નાખે છે અહી હવે પોષ્ટ ઓફિસો બન્ધ થવા લાગી છે…હાલ મે એક ગઝલ ગાઈને સાહિત્ય રસિકો સમક્ષ મુકી છે આપ સહુને લેસ્ટરગુર્જરીનું હાર્દિક નિમન્ત્રણ છે..
http://leicestergurjari.wordpress.com/
LikeLike
વાહ! ગમ્યું . ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલ કોશ તો વાપર્યો હતો. હવે આ જોવો જ પડશે.
LikeLike