એક વખત દિલ્હીના સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવાનું થયું ત્યારે સ્ટેશનના બુકસ્ટોલ પરથી મને અમૃતા પ્રીતમની આત્મકથા “रसीदी टिकट” માત્ર ૩૫/-રૂ.માં મળી. ત્યારબાદ હું કલકત્તા જતી હતી અને નાગપુર સ્ટેશન પર ટ્રેન થોડીવાર અટકી ત્યારે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલમાંથી મને રવીન્દ્રનાથ ટાગોરની “ઘરે બાહિરે” અને પ્રેમચંદની “ગોદાન” ૬૦-૬૦ રૂ.માં મળી ગઈ. અન્ય ભાષાના પુસ્તકો આટલા સહેલાઈથી અને નજીવી કિંમતે ઉપલબ્ધ થતાં જોયા ત્યારે મને થતું કે આવી રીતે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે?
પરંતુ અશક્ય લાગતી આ વાત છેલ્લા દસ વર્ષથી શક્ય બની છે. ડો. ગુણવંત શાહે જેને “પુસ્તકતીર્થ”નું નામ આપીને નવાજ્યું તેવું ભુજનું “શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ” અધધધ..કહી શકાય તેવા વળતરથી પુસ્તકોની લ્હાણી કરી રહ્યું છે.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આમ તો રૂરલ હ્યુમન હેલ્થ પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ, નોન કન્વેશન એનર્જી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વુમન-ચાઈલ્ડ એન્ડ યુથ અવેરનેશ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વોટર હાર્વેસ્ટીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, વાસ્મો, એન્વાયરમેન્ટ એન્ડ રૂરલ સેનિટેશન પ્રોગ્રામ, કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ડાયમંડ ટ્રેઈનિંગ એન્ડ પ્રોડક્શન સેન્ટર, એક્ષટેન્શન પ્રોગ્રામ, વોટરશેડ પ્રોગ્રામ જેવી ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. પણ આજે જેની માહિતી અહીં મેળવવાના છીએ તેનું નામ છે “પુસ્તકમિત્ર” યોજના.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેશવકાન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડોનર એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભૂડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તકવાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવો યુવાવર્ગ તૈયાર કરવા પુસ્તકમિત્ર યોજના ઘડી કાઢી. તા. ૧/૦૪/૨૦૦૦ના રોજ આ યોજનાના શ્રીગણેશ કર્યા અને એનું ફલક વિસ્તર્યું કચ્છ, ગુજરાત, ભારત અને વિદેશ સુધી. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા સેંકડો ઉત્તમ પુસ્તકો ૫૦ થી ૬૫%ના વળતરે વાચકોને ઉપલબ્ધ કરાવાયા છે. આ પ્રકાશકોમાં નવભારત સાહિત્ય, ઉપનિષદ પ્રકાશન, નવનીત પ્રકાશન, નવજીવન પ્રકાશન, પ્રવિણ પ્રકાશન, ગુર્જર ગ્રંથરત્ન, આદર્શ પ્રકાશન, સાધના ફાઉન્ડેશન, અઢિયા પ્રકાશન, આર. આર. શેઠની કંપની, ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળી લી., યજ્ઞ પ્રકાશન, ગ્રંથલોક પ્રકાશન, લોકમિલાપ ટ્રસ્ટ, સસ્તુ સાહિત્ય, અરૂણોદય પ્રકાશન, સાહિત્ય સંગમ, કુસુમ પ્રકાશન, પાર્શ્વ પબ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટ પ્રકાશકો પાસેથી માતબર કમિશન સાથે પુસ્તકો ખરીદે છે અને પછી વિશેષ વળતર ઉમેરીને વાચકોને ઓછી કિંમતે પહોંચાડે છે. આમ પુસ્તકાલયો, શાળાઓ અને વાચકોને બેવડા વળતરનો લાભ મળે છે. તા. ૧૩/૧૧/૨૦૦૯ સુધીમાં ૩,૯૨,૫૧,૪૦૦/-રૂ.ની મૂળ કિંમતના પુસ્તકો ૬૦% વળતરથી અપાતા વાચકોના ૨,૩૨,૨૯,૯૬૯/- રૂ. બચાવવામાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે.
ઉત્તમ સાહિત્ય ગામડાઓ સુધી પહોંચે તે માટે શાળા કક્ષાએ વાંચન શિબિરોનું આયોજન પણ ટ્રસ્ટે હાથ ધર્યું છે. શું વાંચવું, કેમ વાંચવું અને ખાસ તો બે લીટી વચ્ચેની ખાલી જગ્યાને વાંચી ઉકેલવા જેવી બાબત પરત્વે વાંચન કાર્યશાળાઓમાં સક્રિય માર્ગદર્શન આપવામાં આવે છે. શાળા, કોલેજો, સાંસ્કૃતિક મેળાઓ, ભવ્ય મિલન સમારંભો દરમ્યાન ટ્રસ્ટ પુસ્તકમેળાનું આયોજન પણ કરે છે.
૨૦/-રૂ.નો મનીઓર્ડર કરીને સૂચીપત્ર મેળવી શકાય છે. મનીઓર્ડર કરવાનું તથા આ ટ્રસ્ટનો સંપર્ક સાધવાનું સરનામું આ મુજબ છે…
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જી. એમ. ડી. સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ-મિરજાપર હાઈવે, ભુજ-કચ્છ. ફોન નંબર: ૦૨૮૩૨-૩૨૯૬૬૬, મોબાઈલ નંબર: ૯૮૨૫૨૨૭૫૦૯, ઈ-મેઈલ: ssrdt@yahoo.in

પુસ્તકો મોઘા હોય એટલે વાંચવા હોય તો પણ શું કરવાનું?માટે આવી યોજના ધન્યવાદ ને પાત્ર છે.અને આપને પણ ધન્યવાદ આવી માહિતી આપવા બદલ.
LikeLike
પુસ્તકો મોઘા હોય એટલે વાંચવા હોય તો પણ શું કરવાનું?માટે આવી યોજના ધન્યવાદ ને પાત્ર છે.અને આપને પણ ધન્યવાદ આવી માહિતી આપવા બદલ.
LikeLike
વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

પુસ્તક વાંચવા અને વંચાવવા માટે લેખક કરતા વાચકો વધુ મહેનત કરે છે છતાંયે મહેણું વાચકોને જ કેમ મળે છે કે ચોપડામાં રસ છે ચોપડીમાં નથી! ?!
અરે ભૈ (કે બુન) તમે વાંચવા જેવું લખશો તો વાંચવાવાળાનો જઠરાગ્નિ તો ક્યારનો યે ભભૂકે જ છે !

હિનાબેન..તમારો બ્લોગ જૉઇને આનંદ થયો..આભાર માહિતિ માટે ..આભાર મુલાકાત કરવા માટે..
સપના
LikeLike
હિનાબેન..તમારો બ્લોગ જૉઇને આનંદ થયો..આભાર માહિતિ માટે ..આભાર મુલાકાત કરવા માટે..
સપના
LikeLike
ભાવનગરમાં પ્રથમ જ દિવસે બધા પુસ્તકો ચપોચપ વેચાઈ ગયા હતા. ત્યાર બાદ વિજ્ઞાન નગરીએ પણ પુસ્તક મેળો કર્યો હતો અને તેમાં પણ ઘણાં બધા પુસ્તકો વેચાણા હતા. અલબત્ત આ બધામાં ડીસ્કાઉન્ટનો ફાળો ઘણો મોટો હતો આ ઉપરાંત ભાવનગરની પ્રજા સંસ્કારી અને સાહિત્યપ્રેમી છે તે બાબત પણ આ પુસ્તકમેળાઓને સફળતા અપાવવામાં કારણભુત હતી.

Dear Hinaben;
Thank you for the valueable information shared with others.
His Blessings;
Sharad
LikeLike
Dear Hinaben;
Thank you for the valueable information shared with others.
His Blessings;
Sharad
LikeLike
Why cant corporates think in this direction as part of CSR corporate social responsibility ?I think corporates should seriously look in to it.
LikeLike
Why cant corporates think in this direction as part of CSR corporate social responsibility ?I think corporates should seriously look in to it.
LikeLike
Very nice activity. Thanks for sharing.
LikeLike
Very nice activity. Thanks for sharing.
LikeLike
પુસ્તકો માટેની માહિતી બદલ આભાર.
LikeLike
પુસ્તકો માટેની માહિતી બદલ આભાર.
LikeLike
ડિસ્કાઉન્ટ એ (કોઈ પણ) પુસ્તકમેળાની સફળતા પાછળ મોટું કારણ છે. ગુજરાતમાં સફળ થવું હોય તો ડિસ્કાઉન્ટ નામનો ચાંદ બતાવવો પડે જ :P
LikeLike
ડિસ્કાઉન્ટ એ (કોઈ પણ) પુસ્તકમેળાની સફળતા પાછળ મોટું કારણ છે. ગુજરાતમાં સફળ થવું હોય તો ડિસ્કાઉન્ટ નામનો ચાંદ બતાવવો પડે જ :P
LikeLike
ઘણી જ ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ.
LikeLike
ઘણી જ ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ.
LikeLike
ઘણી જ ઉપયોગી માહિતી.
LikeLike
ઘણી જ ઉપયોગી માહિતી.
LikeLike
હિના આપે ખુબ ઉપયોગી માહિતિ આપી ‘પુસ્તકતીર્થ’ની યોજના દ્વારા..ઉપરાંતખાસ..તો બે લીટી વચ્ચેની ખાલી જગ્યાને ..સમજ્વી..આ વાત ગમી જે મનન તરફ જાય છે મને યાદ આવે છે પ્યારા ઓશો પણ કહેતાં કે હું જે શબ્દો કહું છું તેની વચ્ચે જે ખાલી જગા છે તેમાં હું છું મને અનુભવજો…ગુણવંતભાઈ માતૃભાષા બચાવની યાત્રામા હશે…

બહેનજી, નમસ્કાર.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનો અને તેનો પરિચય કરાવવા બદલ આપનો આભાર.
આ માહિતી ઘણી ઉપયોગી થશે.
LikeLike
બહેનજી, નમસ્કાર.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનો અને તેનો પરિચય કરાવવા બદલ આપનો આભાર.
આ માહિતી ઘણી ઉપયોગી થશે.
LikeLike
“શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ” ના “પુસ્તકતીર્થ” તથા ગુજરાત સાહિત્ય અકાદમીના
“સાહિત્યકારકોષ” વિષે જાણી આનંદ થયો! આવી લોકોપીયોગી મહિતી આપવા બદલ અભીનંદન અને આભાર!
દિનેશ પંડ્યા
LikeLike
“શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ” ના “પુસ્તકતીર્થ” તથા ગુજરાત સાહિત્ય અકાદમીના
“સાહિત્યકારકોષ” વિષે જાણી આનંદ થયો! આવી લોકોપીયોગી મહિતી આપવા બદલ અભીનંદન અને આભાર!
દિનેશ પંડ્યા
LikeLike
પુસ્તક ખરીદાતા થયા છે એ સારી વાત છે, પરંતુ પુસ્તકો ઘરમાં ડેકોરેશન પૂરતા ન રહે એ જોવું જરુરી છે. ભૂખ લાગ્યા વિના કોઈ ખાતું નથી એ ન્યાયે વાંચનની ભૂખ લગાડવી જરુરી છે. વાંચનમાં કેવો અદભૂત આનંદ છે! એ બાબતના સેલ્સમેન થવાની જરુર છે. ભૂખ લાગ્યા બાદ શરીરને પુષ્ટિદાયક ખોરાક મળવો જોઈએ તેમ શિષ્ટવાંચન પણ મળવું જોઈએ. વાંચનનું સુખ માણનારા બીજામાં વાંચનની ભૂખ જગાડવા માટે કેટલા જાગૃત છે?

પુસ્તકોનો સરસ પરિચય કરાવો છો આપ.
મારો બ્લોગ, http://www.aniruddhsinhgohil.blogspot.com
http://www.aniruddhsinhgohil.wordpress.com
અનિરુદ્ધ
LikeLike
પુસ્તકોનો સરસ પરિચય કરાવો છો આપ.
મારો બ્લોગ, http://www.aniruddhsinhgohil.blogspot.com
http://www.aniruddhsinhgohil.wordpress.com
અનિરુદ્ધ
LikeLike
સરસ માહિતી બદલ આભાર હીનાબહેન…
LikeLike
સરસ માહિતી બદલ આભાર હીનાબહેન…
LikeLike
Oh… good .
I purchased book from there.
just today, I read on gujblog about your post.
LikeLike
Oh… good .
I purchased book from there.
just today, I read on gujblog about your post.
LikeLike
Pingback: વાંચે ગુજરાત અંગે મોદીની વાતો…. « એક ઘા -ને બે કટકા
Pingback: વાંચે ગુજરાત અંગે મોદીની વાતો…. « એક ઘા -ને બે કટકા