હિન્દુ

શું વાત
કરો છો, યાર!
‘હિન્દુ’ એ કોઈ ઈન્ડુ છે
કે ઊભી ચમચીથી
તડાક દઈને તોડી ને ઓહિયા કરી જાવ?
અથવા તો મન ફાવે તેમ
સેવીને, પાર પાડી નાખો
ગમે તેવા ઈરાદાઓ!?…
હિન્દુ, એ કોઈ ધર્મનું નામ
પણ નથી કે જેણે
વિસ્તારવાદની ગ્રંથીથી
પીડાવું પડ્યું હોય !
હિન્દુ એ ચિંતનધારા છે
જેણે આખા વિશ્વમાંથી
ઊતરી આવેલા માનવ ટોળાંઓને
ગળે લગાડ્યા છે…
હજારો વર્ષોથી આ ધારામાં
વહેતા મનુષ્યોનો ઈશ્વર
એમનાં ચિદાત્મામાં વસે છે
તેથી એમને દેવસ્થાનોમાં
નિયમિત જવાનું, જરૂરી રહેતું નથી.
હિન્દુ એ જીવનરીતિ છે, જે,
એને દબાવી-કચડી-રોંદી
નાખવાના પ્રયત્નોને પણ…
ક્ષમા જ આપશે,..અને એ જ
એના અગાધ બળની સાબિતી છે !
ગરોળીના કપાયેલા
અવયવની જેમ એનું આંતર્સત્વ
ગમે ત્યાંથી પાછું
ફૂટી નીકળશે…
અથવા પોતાના અશ્મિમાંથી
સળવળીને એ પાછું
ઊભું થઈ જશે,
દેવહુમા પક્ષીની જેમ!
તમે, એને યાર…
કદાપિ, નષ્ટ નહીં કરી શકો!!

(જયંત દેસાઈ)

4 thoughts on “હિન્દુ

  1. તમારી વાત એકદમ સાચી છે જયંતભાઈ કે હિન્દુત્વને કચડી નહિ શકાય. એમ જોવા જઈએ તો જગતના કોઈ ધર્મ કે વિચારધારાને આજસુધી કચડી શકાઈ નથી. હજુ આજે પણ ઘણી પ્રાચીન વિચારધારાઓ અને ધર્મો ક્યાંકને ક્યાંક અસ્તિત્વમાં છે, પરંતુ સાથે એ પણ નોંધવું જોઈએ કે હિન્દુત્વને ગંભીરતાથી લેવામાં આવતું નથી. તેની ઘોર ખોદનારા આ ધર્મમાં જ પડ્યા છે અને તેનું પરિણામ એ આવે છે કે તમારા જેવા જૂજ બાહોશ લોકોને બાદ કરતા હિન્દુત્વ વિશે ખાસ કોઈ બોલતું નથી. દેશમાં લઘુમતીવાદને કારણે કેટલાક રાજકીય પક્ષો અને માધ્યમોએ એવી સ્થિતિ પેદા કરી દીધી છે કે હિન્દુત્વની વાત કરવી એ જાણે અપરાધ ગણાય છે. હિન્દુત્વની તરફેણમાં બોલનારા અને લખનારાની સામે સેક્યુલર કટ્ટરવાદીઓ મોરચા માંડીને બેસી જાય છે અને એવા જોરદાર હુમલા કરે છે કે હિન્દુત્વની તરફેણ કરનારા લોકો બિચારા-બાપડા બનીને બચાવની સ્થિતિમાં આવી જાય છે.

    Like

  2. તમારી વાત એકદમ સાચી છે જયંતભાઈ કે હિન્દુત્વને કચડી નહિ શકાય. એમ જોવા જઈએ તો જગતના કોઈ ધર્મ કે વિચારધારાને આજસુધી કચડી શકાઈ નથી. હજુ આજે પણ ઘણી પ્રાચીન વિચારધારાઓ અને ધર્મો ક્યાંકને ક્યાંક અસ્તિત્વમાં છે, પરંતુ સાથે એ પણ નોંધવું જોઈએ કે હિન્દુત્વને ગંભીરતાથી લેવામાં આવતું નથી. તેની ઘોર ખોદનારા આ ધર્મમાં જ પડ્યા છે અને તેનું પરિણામ એ આવે છે કે તમારા જેવા જૂજ બાહોશ લોકોને બાદ કરતા હિન્દુત્વ વિશે ખાસ કોઈ બોલતું નથી. દેશમાં લઘુમતીવાદને કારણે કેટલાક રાજકીય પક્ષો અને માધ્યમોએ એવી સ્થિતિ પેદા કરી દીધી છે કે હિન્દુત્વની વાત કરવી એ જાણે અપરાધ ગણાય છે. હિન્દુત્વની તરફેણમાં બોલનારા અને લખનારાની સામે સેક્યુલર કટ્ટરવાદીઓ મોરચા માંડીને બેસી જાય છે અને એવા જોરદાર હુમલા કરે છે કે હિન્દુત્વની તરફેણ કરનારા લોકો બિચારા-બાપડા બનીને બચાવની સ્થિતિમાં આવી જાય છે.

    Like

Leave a comment