ચલો ગાઈએ ગીત છલકતા દરિયા જેવું
નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું
.
માત્રા મેળ વગરના મીઠા છંદ રચે જ્યાં પાણી
અક્ષર વિના રોજ લખે ત્યાં રેત અજાણી વાણી
નહીં પાળો નહીં ભીંત છલકતા દરિયા જેવું
નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું
.
ગીત કહેશે માછણની આંખોમાં સપનાં ભીનાં
છાતીથી છલકાય પછી તો નભ પછવાડે સીમા
લોહી લગોલગ હીંચ છલકતા દરિયા જેવું
ચલો ગાઈએ ગીત છલકતા દરિયા જેવું
નૈં નિયમ નહીં રીત છલકતા દરિયા જેવું
.
( ધ્રુવ ભટ્ટ )
good geet..
LikeLike
good geet..
LikeLike
good geet..
LikeLike
શ્રી હિનાબહેન
ધૃવ ભટ્ટની સરસ રચના છે. તમે શોધી શોધીને સરસ રચના મુકો છો. ક્યારેક આપના બ્લોગની મુલાકાત લઉ તો થાય કે તમે તો ખજાનો ભેગો કર્યો છે ને શું?
LikeLike
શ્રી હિનાબહેન
ધૃવ ભટ્ટની સરસ રચના છે. તમે શોધી શોધીને સરસ રચના મુકો છો. ક્યારેક આપના બ્લોગની મુલાકાત લઉ તો થાય કે તમે તો ખજાનો ભેગો કર્યો છે ને શું?
LikeLike