ઝંખના (૧)- પલ્લવી શાહ
હું તને મારા હ્રદયમાં સમાવવા માંગુ છું, જેમ એક મા પોતાના બાળકને જન્મ પહેલા જ સમાવી દે એમ. આંખો બંધ રાખીને પણ મા એની ઉપર હેલીઓ વરસાવતી હોય છે. જન્મ્યા પછી કેવું રૂપ હશે, કયા રૂપનું, કયા રંગનું હશે એની એને કશી ખબર હોતી નથી. પણ એનું એક સ્વરૂપ એની મન ઉપર અંકિત થયેલું હોય છે ને એ સ્વરૂપને એના જન્મ પહેલાં જ અપનાવી લે છે. તે પોતાના ઉપસેલા પેટને જોઈ જોઈ હરખાયા કરતી હોય છે કે આની અંદર મારા સ્વપ્નના સૂરની વાંસળી વાગી રહી છે અને જાણ્યે અજાણ્યે એ પોતાના પેટને પંપાળી અંદર પાંગરી રહેલ કૂંપળ ઉપર વ્હાલપનાં અમી ઝરણાં વરસાવ્યા કરતી હોય છે.
.
જે રીતે મા બાળકને એના જન્મ પહેલાં અણુએ અણુમાં રોમે રોમમાં સમાવી દે છે એમ હું પણ તને મારા રોમેરોમમાં સમાવી તારી ઉપર હેતનો વરસાદ વરસાવવા માંગુ છું. તને ખૂબ વ્હાલ કરવા માંગુ છું. મા જેમ બાળકની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને કોઈ પણ વાતે ઓછું આવવા દેતી નથી એમ હું પણ મારા દ્વારા દુ:ખ ન પડે એની કાળજી રાખવા માંગુ છું. તને મારા રોમરોમમાં વિસ્તારવા માંગુ છું. મને ખબર છે આ માર્ગ ખૂબ જ કઠીન છે. જેટલો માને પ્રસૂતિની પીડાનો હોય એટલો, પણ આ પીડા ભોગવ્યા પછી માના કાને વાંસળીમાં વાગતા મધુર રૂદનનો સ્વર-સૂર સંભળાય છે અને મા પોતે ભોગવેલી તમામ પીડા ભૂલી જાય છે. તને મેળવવા આવી પીડા હું પણ ભોગવવા માંગુ છું. કારણ મારા હ્રદયમાં જાગેલી આશાઓના સ્પંદનનું તું બીજ માત્ર છે.
.
( પલ્લવી શાહ )
Waiting for more from you Heenaji
Waiting for more from you Heenaji
very nice, ” ketalo nasibdar ” hashe te jena mate lekhika prasuti ni pida bhogavava taiyaar chhe. kadach sauthi vadhu nasibdar.
very nice, ” ketalo nasibdar ” hashe te jena mate lekhika prasuti ni pida bhogavava taiyaar chhe. kadach sauthi vadhu nasibdar.